1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 એપ્રિલ 2020 (08:13 IST)

પીર પરાઈ ફાઉન્ડેશને 1,870 ફૂડ પેકેટનું કર્યું વિતરણ

કોરોના વાયરસ ફેલાવાને કારણે ચાલી રહેલા લોકડાઉનને કારણે માનવતા સામે મોટુ સંકટ ઉભુ થયું છે. લાખો લોકો રોજગારી વગરના બની ગયા છે. ભોજનની ઉપલબ્ધી પણ મુશ્કેલ બની છે. પરંતુ આવી સંકટની ઘડીઓમાં ઘણી સંસ્થાઓ આગળ આવી છે અને અસર પામેલા લોકોને સહાય માટે પોતાનુ ઉત્તમ યોગદાન આપી રહ્યાં છે.
 
અમદાવાદનુ પીર પરાઈ ફાઉન્ડેશન આવી જ એક સંસ્થા છે. પીર પરાઈ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ શરદ અગ્રવાલ જણાવે છે કે “સોમવારે અમારા ફાઉન્ડેશનના સ્વયંસેવકોએ નારણપુરા, મેમનગર, સિંધુભવન રોડ, ગોમતીપુર, વસ્ત્રાપુર અને શહેરના અન્ય ભાગોમાં જરૂરિયાતમંદ લોકોને 1,800થી વધુ પેકેટ પુરી-શાકનુ વિતરણ કર્યું હતું. ફાઉન્ડેશને ઓગણજમાં એક ગોડાઉનમાં ફસાયેલા 15 કામદારોનો સંદેશો મળતાં તેમને ફૂડ પેકેટ પૂરાં પાડયાં હતાં. ફાઉન્ડેશને ચાલીને પોતાના વતન રાજસ્થાનમાં જતા અનેક કામદારોને ફૂડ પેકેટસ અને પાણીની બોટલોનુ વિતરણ કર્યું હતું.
પીર પરાઈ ફાઉન્ડેશનના પ્રેસીડેન્ટ શરદ અગ્રવાલ વધુમાં જણાવે છે કે આગામી દિવસોમાં ફૂડ પેકેટનુ વિતરણ ચાલુ રાખવામાં આવશે તથા જરૂર પ્રમાણે તેમાં વધારો કરવામાં આવશે. ફાઉન્ડેશને આ કામગીરીમાં ભોજન તથા નાણાંકીય સહાય પૂરી પાડનાર લોકોનો  ઉમદા ઉદ્દેશમાં સહાય કરવા બદલ આભાર માન્યો છે.