શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2017 (12:18 IST)

ગાંધીનગરમાં પીએમ મોદીના આગમનની તૈયારીઓ, મહાત્મામંદિરમાં સ્વચ્છતા પુર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગાંધીનગર આગમનને લઇને સમગ્ર સરકારી તંત્ર હાઇએલર્ટની સ્થિતિમાં આવી ગયુ છે. પીએમ સોમનાથ દર્શન બાદ બપોરે 2.30 વાગ્યે મહાત્મા મંદિરે પહોચીને ‘સ્વચ્છ શક્તિ 2017’ કાર્યક્રમમાં દેશભરમાંથી આમંત્રીત 6 હજાર મહિલાઓને સંબોધન કરશે. પીએસનાં પાટનગરમાં આગમનને લઇને સમગ્ર શહેર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયુ છે. ગાંધીનગરમાં વિવિધ વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગમનને લઇને પોલીસની જવાબદારી વધી ગઇ છે. ત્યારે વડાપ્રધાનની હાજરીમાં વિરોધનો કે સુરક્ષાને લગતી કોઇ ઘટના ન બને તે માટે ડીઆઇજી કક્ષાનાં 3 અધિકારી– તથા 8 એસપીને જવાબદારી સોંપવામાં આવી છે. 

આજે ગાંધીનગરમાં 2500થી વધુ પોલીસ 500થી વધુ વાહનો સાથે તૈનાત કરી દેવાયા છે. જેમાં 30 ડીવાયએસપી, 70 પીઆઇ, 130 પીએસઆઇ, 1300 પોલીસ, 400 મહિલા પોલીસ, 180 ટ્રાફિક પોલીસ તથા હથીયારબધ્ધ 6 એસઆરપી કંપની સુરક્ષામાં તહેનાત છે.