ગુજરાતના ખેડૂતોએ આ યોજના હેઠળ બનાવ્યો રેકોર્ડ, દેશમાં પહેલા નંબર પર આવ્યુ આ રાજ્ય
PM Kisan Yojana in Gujarat: હવે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી, દેશના દરેક ખેડૂતને એક અનોખી ઓળખ મળશે. ગુજરાતમાં એગ્રીટેક પ્રોજેક્ટ હેઠળ એક ખાસ પહેલના ભાગ રૂપે, ખેડૂતોના જમીન રેકોર્ડને યુનિક આઈડી સાથે જોડવામાં આવી રહ્યા છે. ૧૫ ઓક્ટોબરથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં પીએમ કિસાન યોજનાના 66 લાખ ખેડૂત લાભાર્થીઓની ખેડૂત નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આની સામે, અત્યાર સુધીમાં રાજ્યના ૩૩ લાખથી વધુ એટલે કે ૫૦ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી થઈ ચૂકી છે.
ખેડૂત રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોના રજિસ્ટ્રેશન કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પહેલા સ્થાન પર છે. 50% ખેડૂતોની નોંધણી પુરી કરનારુ ગુજરાત દેશનુ પહેલુ રાજય છે, જેને 123.75 કરોડનુ પ્રોત્સાહન અનુદાન આપવામાં આવશે. આ પહેલા પણ ગુજરાતને 82 કરોડની પ્રોત્સાહન રાશિ આપવામાં આવી. આ પ્રોત્સાહન રાશિનો ઉપયોગ ગુજરાતની વિવિધ ખેડોત હિત ઉન્મુખ પરિયોજનામાં કરવામાં આવશે.
ખેડૂત રજીસ્ટ્રી બની ઝડપી
રાજ્ય સરકારના પ્રયાસોને કારણે ખેડૂત નોંધણીમાં વધારો થયો છે. કિસાન રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોની નોંધણીમાં નવસારી જિલ્લો 74 ટકા કામગીરી સાથે ગુજરાતમાં પ્રથમ ક્રમે છે. તે જ સમયે, ડાંગ જિલ્લો 71 ટકા નોંધણી સાથે બીજા સ્થાને છે અને જૂનાગઢ જિલ્લો 66 ટકા નોંધણી સાથે રાજ્યમાં ત્રીજા સ્થાને છે. આ ઉપરાંત, સુરત અને ભરૂચ જિલ્લામાં 63% ખેડૂત નોંધણી પૂર્ણ થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે કિસાન રજિસ્ટ્રી હેઠળ, દરેક ખેડૂતને આધાર આઈડીની જેમ 11-અંકનો અનન્ય કિસાન આઈડી આપવામાં આવશે, જેમાં ખેડૂતોની જમીન સહિત વિવિધ વિગતો ઉપલબ્ધ હશે. આ ID દ્વારા, ખેડૂતો રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સરળ, પારદર્શક અને સમયબદ્ધ રીતે મેળવી શકશે. ભારત સરકારના જાહેરનામા મુજબ, ગુજરાતમાં ખેડૂત રજિસ્ટ્રી આગામી તારીખે છે. તે 25-03-2025 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.