સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ. , શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (11:34 IST)

PM Modi મોદી કરશે આજે સરદારધામ ભવનનુ ઉદ્દઘાટન, જાણો કેમ છે ચર્ચામાં

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે સવારે 11 વાગે અમદાવાદના સરદારધામ  ભવનનુ ઉદ્દઘાટન કરશે.  અહી સારી નોકરીના ઈચ્છુક ક્ષેત્રોની યુવતીઓ અને યુવકોને હોસ્ટલની સુવિદ્યા આપવામાં આવશે. પાટીદાર સમાજ દ્વારા બનાવેલ આ કોમ્પ્લેક્સ આવા બધા વિદ્યાર્હીએ ઓછા ખર્ચ પર ટ્રેનિંગ અને રહેવાની સુવિદ્યા પ્રદાન કરશે.  પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ શુક્રવારે એક નિવેદન રજુ કરી જણાવ્યુ હતુ કે પીએમ મોદી વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા સવારે11 વાગે સરદારધામ ફેજ 11 અને કન્યા છાત્રાલય (ગર્લ્સ હોસ્ટલ)નુ  ભૂમિ કરશે. 
 
- સરદાર ધામમાં 450 વ્યક્તિઓની ક્ષમતાનું ઓડિટોરિયમ અને 1 હજાર-1 હજાર વ્યક્તિની ક્ષમતાના સાથેના બે હોલ પણ છે. સરદાર ભવનના બેઝમેન્ટમાં 450થી વધુ કારનું પાર્કિંગ, 50થી વધુ થ્રી-સ્ટાર રૂમ ધરાવતા ટ્રસ્ટી વિશ્રામ ગૃહની પણ વ્યવસ્થા છે. 
- મહેસૂલી માર્ગદર્શન, કાનુની માર્ગદર્શન, સમાજ સુરક્ષા વગેરે પ્રવૃત્તિ માટે 8થી વધુ કાર્યાલયો પણ કાર્યરત રહેશે. - સંકુલના પ્રવેશ દ્વારમાં સરદાર વલ્લભભાઇની 50 ફૂટ ઊંચી કાંસ્યની વિશાળ પ્રતિમા રૂપિયા 3 કરોડ 50 લાખના ખર્ચે ખર્ચે સ્થાપિત કરાશે. આમ, સરદારધામ એક સ્ટેટ ઓફ આર્ટ બિલ્ડિંગનું નિર્માણ થયું છે. 
- આ ભવનમાં 800 દીકરા અને 800 દીકરીઓ માટે અલગ છાત્રાલય અને 1 હજાર વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે ઈ લાયબ્રેરી,પુસ્તકાલય, વાંચનાલયની સુવિધા હશે.. 
 
આજે આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી પુરષોત્તમ રૂપાલા, કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મંડળના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.