સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: શુક્રવાર, 30 સપ્ટેમ્બર 2022 (12:21 IST)

PM Modi ગૌ માતા-ગૌ વંશના નિભાવ માટેની મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજનાનો આદ્યશક્તિ ધામ અંબાજીથી પ્રારંભ કરાવશે

modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરાત્રીના પાવન પર્વ અવસરે આવતીકાલે, શુક્રવારે આદ્યશક્તિ ધામ અંબાજીથી ગુજરાતના ગૌ વંશ અને ગૌ માતાના રખરખાવ, નિભાવ માટેની ‘મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના’નું લોંચિંગ કરશે.
 
મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના આપણી ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા અને કામધેનુ તરીકેના અપાયેલા પૂજનીય સ્થાન અને મહત્વને ઉજાગર કરતી યોજના છે. રાજ્યમાં જે ગૌ-શાળા પાંજરાપોળ આવા ગૌ-વંશ અને ગાય માતાની નિભાવણી કરે છે, તેમને આર્થિક સહાયરૂપ થવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ યોજના ૨૦૨૨-૨૩ ના બજેટમાંજાહેર કરી છે.
 
વડાપ્રધાન આદ્યશક્તિધામ અંબાજીથી આ યોજનાના વિધિવત લોંચિંગ પ્રસંગે પ્રતિક રૂપે પાંચ જેટલી ગૌ શાળા અને પાંજરાપોળને  સહાયની રકમ અર્પણ કરશે.