રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 26 ઑગસ્ટ 2020 (12:25 IST)

જુઓ મોઢેરા સૂર્યમંદિરનો અદભૂત વીડિયો, પીએમ મોદીએ પણ કર્યો શેર

ગુજરાતના તમામ જિલ્લાઓમાં થોડા દિવસોથી સતત મેઘમહેર જોવા મળી રહી છે. એવામાં એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મોઢેરા સૂર્ય મંદીરનો છે. જ્યાં વરસાદના કારણે પાણી ઝરણા પડી રહ્યા છે. આ નજારો એકદમ અદભૂત છે. પીએમ મોદીએ પણ વીડિયો ટ્વિટ કર્યો છે. 



મોઢેરાના સૂર્ય મંદિરનો વીડિયો ટ્વિટ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું કે મોઢેરાનું પ્રતિષ્ઠિત સૂર્ય મંદિર વરસાદની વચ્ચે અદ્ભુત દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા જિલ્લામાં ડેમ, જળાશયો ઓવરફ્લો થઇ રહ્યાં છે. પરિસ્થિતિ પર ગંભીર બને તે પહેલા જળાશયોના ગેટ ખોલવામાં આવી રહ્યાં છે.