PMJAY scheme- 1500 રૂપિયા આપો, 15 મિનિટમાં આયુષ્માન કાર્ડ મેળવો... મોદી સરકારની PMJAY યોજના કૌભાંડ પર્દાફાશ - PMJAY scheme scam exposed | Webdunia Gujarati
શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 18 ડિસેમ્બર 2024 (14:26 IST)

PMJAY scheme- 1500 રૂપિયા આપો, 15 મિનિટમાં આયુષ્માન કાર્ડ મેળવો... મોદી સરકારની PMJAY યોજના કૌભાંડ પર્દાફાશ

PMJAY scheme - ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાલી રહેલી તપાસમાં ગુજરાતની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટો ખુલાસો કર્યો છે. ગુજરાતમાં આયુષ્માન કાર્ડ સરકારના પોર્ટલમાં રહેલી ટેકનિકલ ખામીનો લાભ લઈને સોર્સ કોડ સાથે ચેડા કરીને હજારો કાર્ડ બનાવવામાં આવ્યા છે. ગુજરાત પોલીસને શંકા છે કે આ દેશવ્યાપી કૌભાંડ છે. આ કેસમાં વોન્ટેડ રશીદ બિહારનો છે. નિયમો અનુસાર 2 થી 3 દિવસ લાગતું આયુષ્માન કાર્ડ ગુજરાતની એક ગેંગ દ્વારા માત્ર 15 મિનિટમાં બનાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આધાર પુરાવા સાથે છેડછાડ કરીને આ ગેંગ આયુષ્માન કાર્ડ માટે 1500 થી 2000 રૂપિયા વસૂલતી હતી.
 
ગુજરાતમાં PMJAY યોજના કૌભાંડ પર્દાફાશ
ગુજરાતમાં PMJAY યોજના કૌભાંડ પર્દાફાશ થયુ છે.  રૂપિયા આપો તો 15 મિનિટમાં કાર્ડ બની જતા, 6 લોકોની ધરપકડ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લોકોની સુખાકારી માટે છે.
 
ક્રાઈમ બ્રાંચ પોલીસે PMJAY કાર્ડ કૌભાંડ આચરનાર ટોળકીનો પર્દાફાશ કર્યો. આ ટોળકીમાં અમદાવાદ, ભાવનગર, અને સુરત વિસ્તારના કુલ 6 લોકો સામેલ છે. આ 6ની ટોળકીએ પાત્રતા વગરના અનેક લોકોને PMJAY યોજનામાં સમાવેશ કરી સરકારને ચુનો લગાડ્યો.