સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 17 એપ્રિલ 2018 (12:50 IST)

Photos - આજથી પ્રવિણ તોગડિયાનું ઉપવાસ આંદોલન, ઉપવાસ સ્થળે સમર્થકો આવ્યા

વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે છેડો ફાડનારા વિશ્વ હિંદુ પરિષદના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડો. પ્રવીણ તોગડિયાએ મંગળવારથી અમદાવાદમાં સાબરમતી ગાંધીઆશ્રમ સામે આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ એવું ખુદ એમણે રવિવારે જાહેર કર્યું હતું, પરંતુ હવે ઉપવાસનું સ્થળ બદલીને પાલડીમાં વિશ્વ હિંદુ પરિષદની કચેરી સામે રખાયું હોવાનું તેમણે જણાવ્યું હતું. BJPના નેતાઓ પ્રવિણ તોગડિયાને મળવા પાલડી વણીકર ભવન પહોંચ્યા હતા.

BJPના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ વણીકર ભવન આવ્યા હતા.  ઉપવાસની જાહેરાત બાદ BJPના પ્રથમ કોઈ નેતા પ્રવિણ તોગડિયાને મળવા આવ્યા હતા. ડૉ.તોગડિયાના ઉપવાસ સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 2 PI અને 5 PSI સહિત 70થી વધુ પોલીસ જવાન તૈનાત કરાયા છે. હજી સુધી પોલીસ પરમિશનની લેખિત મંજૂરી નથી મળી, પરંતુ ડૉ. પ્રવિણ તોગડિયા ઉપવાસ કરવા મક્કમ છે. જેમાં વિહીપના અનેક હોદ્દેદારો ઉપવાસ આંદોલનમાં જોડાશે. VHPમાંથી હકાલપટ્ટી બાદ પ્રવિણ તોગડિયાએ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી. જેના માટે બત્રીસી ભવન અને જીએમડીસી ગ્રાઉન્ડની પરમિશન મળી ન હતી. તેથી હવે પાલડી વણીકર ભવન ખાતે તેઓ ઉપવાસ કરશે.

તોગડિયાએ અનિશ્ચિત સમય માટે ઉપવાસની જાહેરાત કરી છે. જેમાં તેમને કેટલાક સાધુ સંતોનું પણ સમર્થન મળ્યું છે. તોગડિયા સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ જોડાશે. ઉપવાસ સંદર્ભે પોલીસ પરવાનગી લેવાઈ છે કે કેમ તેની પૃચ્છામાં ડો.તોગડિયાએ જણાવ્યું હતું કે, ‘મારે આ અંગે પોલીસ સાથે વાતચીત થઈ છે એટલે એ પ્રશ્ન નહીં રહે.’ નિયમ પ્રમાણે જો પોલીસ પરવાનગી ના હોય તો ડો.તોગડિયા સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે એવી શક્યતા નકારી શકાતી નથી. ડો. તોગડિયાની મુખ્ય માગણીઓ એ છે કે, અયોધ્યામાં રામમંદિર બાંધવા બાબતમાં, કોમન સિવિલ કોડ લાવવા બાબતમાં તથા ગૌરક્ષા બાબતમાં સંસદમાં નવા કાયદા પસાર કરવાના ભાજપે આપેલા વચનોનું તત્કાળ પાલન કરવામાં આવે, તદુપરાંત દર વર્ષે ૨ કરોડને રોજગારી આપવાના, બાંગ્લાદેશીઓને ખદેડવાના તથા મૂળ કાશ્મીરીઓને કાશ્મીરમાં પુનઃ વસાવવાના ભાજપે આપેલા વાયદાઓનો પણ અમલ કરવામાં આવે. ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ડો. પ્રવીણ તોગડિયાના ઉપવાસ અંગે જણાવ્યું છે કે, તોગડિયાએ રામમંદિર માટે ઘરે ઘરેથી એક રૂપિયો અને ઈંટો ઉઘરાવી હતી. રામમંદિરના નામે એ બધું વર્તમાન વડા પ્રધાનને ખોળે ધર્યું હતું અને હવે તેનો હિસાબ માગવા તોગડિયા ઉપવાસ પર ઊતરી રહ્યા છે. કેન્દ્રમાં ચાર વર્ષથી ભાજપની સરકાર બની છે પરંતુ રામમંદિર કેમ બનતું નથી