પ્રવિણ તોગડિયાનો એન્કાઉન્ટરની આશંકાના બે મહિના બાદ અકસ્માત થતાં આબાદ બચાવ

news of gujarat
Last Modified બુધવાર, 7 માર્ચ 2018 (14:11 IST)

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય મહામંત્રી પ્રવિણ તોગડીયાની કારનો બુધવારે અકસ્માત થયો હતો. ટ્રેલરે ટક્કર મારતાં સર્જાયેલા એક્સિડન્ટમાં પ્રવિણ તોગડીયાનો આબાદ બચાવ થયો હતો. અને કોઈ ઈજા જાનહાનિ થઈ
નહોતી. જો કે પ્રવિણ તોગડીયાએ અગાઉ પોતાની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે એક્સિડન્ટને પગલે તોગડીયાએ પોતાની સુરક્ષામાં છીંડા હોવાનું કહ્યું હતું.

news of gujarat

પ્રવિણ તોગડીયા વડોદરાથી પોતાની ઝેડ પ્લસ સુરક્ષા સાથે સુરતના સચિન વિસ્તારમાં શ્રી હરી કોમ્પલેકસમાં સામાજિક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કામરેજ નજીક મનીષા હોટલ પાસે ટ્રેલરની ટક્કરથી પ્રવિણ તોગડીયાની સ્કોર્પિયો કાર અથડાઈ હતી. જેમાં કારને નુકસાન થયું હતું. જ્યારે પ્રવિણ તોગડીયાનો આબાદ બચાવ થયો હતો. પોલીસ દ્વારા તેમને અન્ય કાર મારફતે સુરત ખસેડવામાં આવ્યાં હતાં. પ્રવિણ તોગડીયાએ જણાવ્યું હતું કે, મારી સુરક્ષા સાથે છીંડા કરવામાં આવ્યાં છે. મને યોગ્ય સુરક્ષા આપવામાં આવી નથી. ડ્રાઈવરે ટ્રક રોકી નહોતી. જ્યારે મેં જ ડ્રાઈવરને પકડાવી દીધો છે. અને એસપીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાત કરી લીધી છે. ત્યારે આ ઘટનાની યોગ્ય તપાસ થાય તેવી મારી માંગ છે.


આ પણ વાંચો :