સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑક્ટોબર 2020 (10:18 IST)

Crime News - લોખંડના સળિયા વડે સંસ્કારી વહૂએ સાસુમાનો ઉતારી દીધો મોતનો ઘાટ, મચી ગયો હાહાકાર

આપણા સમાજમાં અવાર નવાર ઘરેલૂ હિંસા કેસ સામે આવતા રહે છે. એવામાં હવે અમદાવાદથી એક ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં ઘરેલૂ કંકાશના કારણે ઝઘડામાં વહૂએ પોતાની સાસુની નિર્દયતાપૂર્વક હત્યા કરી દીધી છે. જેથી સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો. 
 
જોકે અમદાવાદના ગોતા વિસ્તારમાં રોયલ હોમ્સમાં ઘરેલૂ હિંસાના કારણે વહૂએ પોતાની સાસુની હત્યા કરી દીધી અને પછી વહૂએ સાસુની લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો. આ સમગ્ર ઘટનાની જાણકારી મળતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ જ્યારે પોલીસ ઘટનાસ્થળની તપાસ કરી તો, તેમને જાણવા મળ્યું કે ઘરની દિવાલો લોહીથી ભરેલી દિવાળો હતી અને જમીન પર લોહીના ડાઘા હતા. પોલીસે વહૂ વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી અને તેની સાસુની ડેડીબોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દીધી. 
 
મળતી માહિતી અનુસાર રેખા અગ્રવાલ નામની એક મહિલા પોતાના પુત્ર અને વહૂ સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં રોયલ્સ હોમ્સમાં રહેતી હતી. રેખા અગ્રવાલની પુત્રીના લગ્ન 10 મહિના પહેલાં નિકિતા નામની છોકરી સાથે થયા હતા. લગ્ન બાદ સાસુ અને વહૂ વચ્ચે ઘણીવાર ઝઘડા થતા રહેતા હતા. 27 ઓક્ટોબરના રોજ ઝઘડો ખૂબ વધી ગયો અને ઝઘડા દરમિયાના નારાજ વહૂ નિકિતાએ પોતાની સાસુ રેખા અગ્રવાલ પર લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. 
 
નિકિતાએ પોતાની સાસુને લોખંડના સળિયા વડે એટલો જોરથી પ્રહાર કર્યો હતો કે ઘરની દિવાલો અને ઘરનું ભોંયતળિયું લોહીથી લથપથ થઇ ગયું હતું. આ ઘટનામાં ગંભીર રૂપથી ઘાયલ રેખા અગ્રવાલનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. પોતાની સાસુની હત્યા બાદ વહૂ નિકિતાએ તમામ પુરાવાને નષ્ટ કરવા માટે પોતાની સાસુના શરીરને સળગાવવનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રેખા અગ્રવાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. સાથે જ વહૂ નિકિતાની ઘરપકડ કરી તેના વિરૂદ્ધ હત્યા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.