વિજય રૂપાણી : પેટાચૂંટણી બાદ પણ કૉંગ્રેસમાંથી અનેકને પક્ષપલટો કરતા જોશો  
                                       
                  
                  				  'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું, "કૉંગ્રેસના અનેક કાર્યકર્તાઓ નાખુશ છે અને આ પેટાચૂંટણી પછી કૉંગ્રેસ અનેકને પક્ષપલટો કરતા જોશે."
				  										
							
																							
									  
	 
	તેમણે વધુમાં કહ્યું, "રાહુલ ગાંધીના નેતૃત્વની ક્ષમતાઓ પર લોકો પ્રશ્ન કરી રહ્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓને વંશીય નેતાગીરીમાંથી મુક્તિ મેળવવી છે."
				  
	 
	મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વલસાડ જિલ્લાના કપરાડામાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીના પ્રચાર દરમિયાન આ વાત કહી હતી.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ રાજીનામું આપતાં ખાલી પડેલી આઠ બેઠકો માટે 3 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે.
				  																		
											
									  
	 
	મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કૉંગ્રેસને ડૂબતું જહાજ પણ કહ્યું હતું.