બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 28 ઑક્ટોબર 2020 (17:15 IST)

સી પ્લેન સાથે મોદીની મિનિએચર આર્ટ, આ કલાકાર કલા છે અનોખી

આ વર્ષે સરદાર પટેલના જન્મ દિનની ઉજવણીના ભાગરૂપી સમસ્ત ભારતનું પ્રથમ સી પ્લેનનું લોકાર્પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભ હસ્તે થઈ રહ્યું છે.  ત્યારે અમદાવાદના જાણીતા મિનીએચર આર્ટિસ્ટ મુકેશ પંડયા એ પ્રસંગને અનુરૂપ પ્રતિકૃતિ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં સી પ્લેનના લેન્ડિંગ બાદ મોદીજી લોક લાગણી ઝીલતા દર્શાવ્યા છે. 
આ કલાકાર અગાઉ નમસ્તે ટ્રમ્પ,સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગાંધીજી,બાબા સાહેબ અંબેડકર, RSSની પરેડ વગેરેની રચના કરી ચુક્યા છે. લોકડાઉન ના સમય ગાળામાં પણ તેમનીઅનેક રચનાઓ દ્વારા લોકોમાં જાગૃતિના મેસેજ વહેતા મુકાયા છે.
આ કલાકારે અગાઉ મિનીએચર સાઇઝમાં નવરાત્રીની અલગ અલગ ઝાંખીની રચના કરી હતી. જેમાં વડોદરાના ફેમસ યુનાઇટેડ વે ના ગરબા, ઢોલ ને ધબકારે ગરબા રમતી મહિલાઓ, માતાજીના દીવડા ફરતે ગરબા રમતી નવદુર્ગા, ઉપરાંત લક્ષ્મીજી,દુર્ગા પૂજા, ફૂલ ગરબો વગેરેની ઉમદા પ્રતિકૃતિઓ ની રચના કરી હતી. 
તો કોરોના વોરીયર્સ ને જ્યોત  ધરવાનું પણ ભૂલ્યા નથી. હથેળી ઉપર ગણેશ વિસર્જનના ઝુલુસની ઝાંખી કરાવતા લાયન્સ ક્લબ અમદાવાદ દ્વારા સ્પેશ્યલ  એવોર્ડ પણ મેળવી ચુક્યા છે.