મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ, , શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (07:34 IST)

પીએમ મોદી 16 જાન્યુઆરીએ કેવડિયા રેલવે સ્ટેશનનુ અને 18મી એ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો પરિયોજનાનુ કરશે ઉદ્દઘાટન

16 જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લામાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નજીક નવા બનેલા કેવડિયા રેલ્વે સ્ટેશન અને વડોદરાને કેવડિયાથી જોડતા રેલ્વે લાઇનનું ડિજિટલ રૂપે ઉદ્ઘાટન કરશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે આ માહિતી આપી હતી,  રૂપાણીએ નર્મદા જિલ્લાના તિલકવાડા શહેરમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેના બે દિવસ પછી વડા પ્રધાન નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા ગુજરાતમાં બે મેટ્રો રેલ સેવાઓનો શિલાન્યાસ પણ કરશે. 
 
મુખ્યમંત્રીએ કહ્યું, "વડા પ્રધાન 16 જાન્યુઆરીએ નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કેવડિયા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. તે જ દિવસે વડોદરા-કેવડિયા રેલ્વે લાઈનનું ઉદ્ઘાટન પણ કરશે."  તેમણે કહ્યું કે, ''18 જાન્યુઆરીએ, તેઓ અમદાવાદને ગાંધીનગરથી જોડનારા મેટ્રો પ્રોજેક્ટના બીજા તબક્કા અને જીઆઇએફટી સિટીના બીજા તબક્કાના શિલાન્યાસ કરશે. તેઓ સુરત શહેર માટે આગામી મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ડિજિટલ શિલાન્યાસ પણ કરશે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે ડિસેમ્બર 2018 માં કેવડિયાની મુલાકાત લીધી હતી અને તે દરમિયાન રેલવે સ્ટેશન માટે શિલાન્યાસ કર્યો હતો. કેવડિયા રેલ્વે સ્ટેશન 182 મીટર ઊંચા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાંચ કિલોમીટર દૂર છે અને તેનો હેતુ અહીં આવનારા પ્રવાસીઓને સીધો રેલવે સાથે જોડવાનો છે.