બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (15:59 IST)

સંદિપસિંહ સાથે ગુજરાત સરકારે રૂા.177 કરોડના MOU કેમ કર્યાં ?

બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતની અપમૃત્યુનો કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુશાંતસિંહના મિત્ર સંદિપસિંહનુ નામ પણ આ કેસમાં ખુલ્યુ છે ત્યારે ગુજરાત કોંગ્રેસે સંદિપસિંહનો આરોપ ઘડયો છે. એટલું જ નહીં, એવો ચોકાવનારો ખુલાસો કર્યો છેકે,  સંદિપસિંહની ખોટ કરતી કંપની લિજેભાજપ સાથે નાતો છે તેવો ન્ડ ગ્લોબલ સાથે ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાતમાં રૂા.177 કરોડનુ એમઓયુ કર્યુ હતું. કોંગ્રેસે એવો ય ધડાકો કર્યો કે,બોલિવુડ એક્ટર વિવેક એબોરોય આ કંપની માત્ર ત્રણ દિવસ માટે જ ડિરેક્ટર બન્યા હતાં.  સુશાંતસિહ રાજપૂત આત્મહત્યા પ્રકરણમાં જે સંદિપસિંહનુ નામ ખુલ્યુ છે તે મુદ્દે ગુજરાત કોંગ્રેસે રૂપાણી સરકારને સાણસા લીધી છે. કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો છેકે, સંદિપસિંહનો ભાજપ સાથે રાજકીય નાતો રહ્યો છે. ગત વર્ષ 2019માં વાયબ્રન્ટ ગુજરાત વખતે સંદિપસિંહની કંપની લિજેન્ડ ગ્લોબલ સાથે રૂા.177 કરોડનુ એમઓયુ કરવામાં આવ્યુ હતું. આ એમઓયુ ગુજરાત ટુરિઝમ સાથે ફિલ્મના નિર્માણ અને બ્રાન્ડીગ માટે થયા હતાં નવાઇની વાત તો એછેકે, રૂા.6 લાખની ખોટ કરતી કંપની સાથે ગુજરાત સરકારે કેમ એમઓયુ કર્યા છે સમજાતુ નથી. રાજ્યના ગુજરાતી કલાકસબીઓને આર્થિક મદદ કરવાને બદલે ભાજપ સરકારને સંદિપસિંહની કંપની પર કેમ આટલો પ્રેમ ઉભરાયો હતો.  કોંગ્રેસે એવા સવાલો ઉઠાવ્યા હતાંકે, શું સંદિપસિંહની કંપનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક તૈયાર કરવા માટે એમઓયુ કરાયા હતાં,શુ આ કરાર એડવાન્સ કરાયો હતો , ભાજપના કયા નેતાના સંદિપસિહને આશિવાદ રહ્યાં છે. સંદિપસિંહે પીએમ નરેન્દ્ર મોદી ફિલ્મ જેવી ઘણી ફિલ્મોનુ નિર્માણ કર્યુ છે. થોડાક દિવસો પહેલાં જ મહારાષ્ટ્રના ધારાસભ્ય અને કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ સચિન સાંવતે પણ સંદિપસિંહ અને ગુજરાત સરકાર વચ્ચે સોદાબાજીનો આરોપ મૂક્યો હતો.