સોમવાર, 11 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (15:27 IST)

રિયા ચક્રવર્તીના આરોપો પર સુશાંતની બહેનનો પલટવાર, બોલી - તારી આત્માને શુ જવાબ આપીશ

રિયા ચક્રવર્તીએ ગુરુવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન સુશાંત સિંહ રાજપૂતના પરિવારને લઈને પ્રશ્નો ઉભા કર્યા હતા. રિયાએ કહ્યું કે સુશાંતના તેના પિતા સાથે સંબંધ સારા નહોતા. આ સિવાય રિયાએ કહ્યું કે સુશાંતની બહેને મને શારીરિક ત્રાસ આપ્યો છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ હવે આવા બધા આરોપો પર રિયા ચક્રવર્તીને જવાબ આપ્યો છે।
 
શ્વેતા સિંહ કીર્તિએ ટ્વિટ કર્યું હતું કે 'કાશ, મારો ભાઈ તે છોકરીને ક્યારેય ન મળ્યો હોત'  કોઈને તેની ઈચ્છા વિરુદ્ધ દવાઓ આપવી અને પછી તેને ખાતરી અપાવવી કે તેની તબિયત ઠીક નથી.  તેને માનસ ચિકિત્સકો પાસે લઈ જાઓ, આ છેડછાડનું કયું સ્તર છે. તમે તમારા આત્માને શું જવાબ આપશો?'
 
આગળનાં ટ્વિટમાં શ્વેતાએ લખ્યું, 'રિયાએ પોતાના ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમે અમારા ભાઈને પ્રેમ નથી કરતા. હા, ઠીક છે તેથી જ હું જાન્યુઆરીમાં અમેરિકાથી ભારત આવી હતી. કારણ કે જેવી મને ખબર પડી કે મારો ભાઈ ચંદીગઢ જઇ રહ્યો છે અને તે ઠીક નથી. મને મારો બિઝનેસ અને બાળકોને મુકીને આવવુ પડ્યુ.  દુ:ખની વાત એ હતી કે હું આવી ત્યારે મારા ભાઈને મળી શકી પણ નહી. 
 
શુ કહ્યુ હતુ રિયાએ ? રિયા ચક્રવર્તીએ એક પાર્ટીનો ઉલ્લેખ કરતા કહ્યુ, એક પાર્ટીમાં હુ સુશાંત સિંહ રાજપૂત અને તેની બહેન પ્રિયંકા સહિત તેમના પરિવારના લોકો હતા. પ્રિયંકાએ નશામાં મને પરેશાન કરવાનો પ્રયત્ન કર્યો. મને ગમે ત્યા હાથ પણ લગાવ્યો. 
 
રિયાએ કહ્યુ, સુશાંતના પોતાના ફેમિલી સાથે શરૂઆતથી જ સંબંધો સારા નહોતા. ઓછી વયમાં સુશાંતના પિતાએ તેને છોડી દીધો હતો. હુ સુશાંતના જીવનમા આવી એ પહેલા પાંચ વર્ષથી સુશાંત તેમના પિતાને મળ્યા પણ નહોતા.  મને તો એ પણ જાણ નહોતી કે સુશાંતની એક બહેન મુંબઈમાં પણ છે.   તેમની બહેનો સુશાંત સિંહ રાજપૂતને મળવા આવતી હતી અને એક દિવસ પણ રોકાતી નહોતી.  એકવાર વોટર રિસોર્ટમાં સુશાંતની ફેમિલી સુશાંતને મળવા આવી