મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શનિવાર, 22 ઑગસ્ટ 2020 (17:24 IST)

સુશાંત સિંહ રાજપૂત કેસ UPDATE: નીરજ અને સિદ્ધાર્થ પિઠાનીને લઈને સુશાંતના ફ્લેટ પર પહોંચી CBI ટીમ, ક્રાઈમ સીનને રિક્રિએટ કરવામાં આવશે.

બોલીવુડ અભિનેતા સુશાંત સિહ રાજપૂત મોત મામલે કેંદ્રીય તપાસ એજંસી (સીબીઆઈ) બીજા દિવસની તપાસમાં લાગી છે. સીબીઆઈએ એકવાર ફરી સુશાંતના કુક નીરજની પૂછપરછ કરી. સુશાંતના મિત્ર ફ્લેટમાં સાથે રહેનારા સિદ્ધાર્થ પિઠાનીને પણ સવાલ જવાબ કર્યા છે. સીબીઆઈની ટીમ સુશાંતના ફ્લેટ પર ક્રાઈમ સીનને ફરીથી રિક્રિએટ કરવા જઈ રહી છે. 
 
-નીરજ અને સુદ્ધાર્થ પિઠાનીને લઈને સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટ પર લઈને પહોંચી સીબીઆઈ ટીમ 
- કરણી સેનાના સુજીત રાઠોડે કહ્યું છે કે, હું કરણી  આર્મીના રાજ્ય પ્રમુખના કહેવા પર 15 જૂને કૂપર હોસ્પિટલમાં ગયો હતો. સ્ટાફને અપીલ કર્યા પછી, રિયા ચક્રવર્તીને સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ જોવાની મંજૂરી આપવામાં આવી હતી. મેં જેવી શીટ હટાવી, રિયાએ પોતાનો હાથ સુશાંતની છાતી પર હાથ મૂક્યો અને કહ્યું, 'સોરી બાબુ'.
 

05:24 PM, 22nd Aug
સુપરિન્ટેન્ડન્ટ-રેન્કના અધિકારીની આગેવાની હેઠળની સીબીઆઈની અન્ય એક ટીમ બાંદ્રા પોલીસ સ્ટેશન દોડી ગઈ હતી, જ્યાં એડીઆરએ આત્મહત્યા કર્યા બાદ એડીઆર (આકસ્મિક મૃત્યુ કેસ) નોંધ્યો હતો. ટીમે એડીઆરની કેસ ડાયરી અને એટોપ્સી અને ફોરેન્સિક અહેવાલો સહિત તપાસ સાથે સંબંધિત અન્ય દસ્તાવેજો લીધા હતા.
 
રસોઈયાની પૂછપરછ 
 
સીબીઆઈના અધિકારીઓ રાજપૂત રસોઈયાને ઉપનગરીય સાન્ટા ક્રુઝ સ્થિત ડીઆરડીઓ અને આઈએએફ ગેસ્ટહાઉસ ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા જ્યા તેઓ હાલમાં રોકાયા છે. ગેસ્ટ હાઉસ પરિસરમાં એક વાહન જતુ જોયું હતું, જેમાં સસોઈયો  અને સીબીઆઈ અધિકારીઓ સવાર હતા. તપાસ ટીમ આ કેસમાં સંડોવાયેલા તમામ લોકોના નિવેદનો નોંધશે.
 
સુશાંતનો ફ્લેટ જોશે ટીમ
સીબીઆઈની ટીમ મોન્ટ બ્લેન્ક બિલ્ડિંગ સ્થિત સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટની પણ મુલાકાત લેશે, જ્યાં તેનો મૃતદેહ 14 જૂને લટકતો મળી આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ટીમ સ્થળ પર ક્રાઈમ સીન રિક્રિએટ કરશે.  (ઘટના સમયે ત્યાં શું બન્યું હતું તે જોવા માટે). સુશાંતના પિતા કે.કે.સિંઘે અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ-બહેન સહિત અન્ય સામે આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના આરોપની પટણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે સીબીઆઈએ પણ એફઆઈઆર દાખલ કરી છે

05:01 PM, 22nd Aug
સુપ્રીમ કોર્ટે લીલી ઝંડી આપી દીધા બાદ સીબીઆઈની ટીમે સુશાંતસિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં તપાસ શરૂ કરી હતી. શુક્રવારે ટીમે મુંબઈ પોલીસ પાસેથી કેસ સંબંધિત દસ્તાવેજો અને અહેવાલો મેળવ્યા હતા. સીબીઆઈ ટીમમાં ફોરેન્સિક નિષ્ણાતો પણ શામેલ છે. તપાસ એજન્સીના અધિકારીઓએ  મુંબઈ પોલીસની તપાસનુ પ્રતિનિધિત્વ કરી રહેલ ડીસીપી અભિષેક ત્રિમુખેને પણ મળ્યા હતા,