ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 મે 2022 (10:23 IST)

દાહોદમાં આજે રાહુલ ગાંધી સભા સંબોધશે:આદિવાસી સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે; રાષ્ટ્રીય નેતાના આગમન પૂર્વે કાર્યકરોમાં ઉત્સાહ

rahul gandhi
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી મંગળવારે દાહોદ આવી રહ્યા હોવાથી કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ સોમવારે જ દાહોદ ધસી આવેલા જોવા મળ્યા હતાં. આદિવાસી સત્યાગ્રહ રેલીના બેનર તળે આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મુકવાનો દાહોદથી પ્રારંભ કરવા માટે આવી રહેલા રાહુલ ગાંધી નવજીવન આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ ગ્રાઉન્ડ ઉપર સભાનું સંબોધન કરશે. રાહુલ ગાંધીના કાર્યક્રમ માટે એક લાખ લોકો બેસી શકે તેટલી ક્ષમતાનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે.સવારના 11 વાગ્યે સભા સંબોધન બાદ રાહુલ ગાંધી આદિવાસી પટ્ટીના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ત્યારબાદ પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે 100થી વધુ આદિવાસી આગેવાનો સાથે બેઠક કરીને તેમના પ્રતિભાવો જાણશે. 
 
રાહુલ ગાંધીના કાર્યક્રમને સફળ બનાવવા માટે અગ્રણી નેતાઓ પણ દાહોદમાં આવીને ગામડે-ગામડે જઇને મીટીંગો કરી રહ્યા છે. સોમવારની મોડી રાત સુધી કોંગી કાર્યકરો કાર્યક્રમની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળ્યા હતાં.દાહોદ. દાહોદમાં મંગળવારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યુ છે. દાહોદમાં કોલેજ ઉપર સભા સ્થળ સાથે સર્કિટ હાઉસ, પ્રસંગ પાર્ટી પ્લોટ, હેલીપેડ સાથે રસ્તાઓ ઉપર પણ બંદોબસ્તની સ્કીમ ઘડી કાઢવામાં આવી છે. 
 
દાહોદ એસ.પી બલરામ મીણાના માર્ગદર્શનમાં 2 એએસપી, 6 ડીવાયએસપી, 17 પીઆઇ, 56 પીએસઆઇ અને 847 એએસઆઇ, કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ મહિલા પોલીસ સાથે 24 એસઆરપી જવાનને બંદોબસ્તમાં જોતરવામાં આવ્યા છે.દાહોદમાં 10 મેના રોજ બપોરના 12 થી સાંજના 6 વાગ્યા દરમિયાન વનચેતના તરફથી આવતા વાહનો ઓવરબ્રીજ સાઇડ ન જવા દેવા તથા તે વાહનો ગોદી રોડ સાઇટ તરફ ડાઇવઝર્ન રહેશે. રેલવે સ્ટેશન સાઇટ તરફથી આવતા વાહનોને પરેલ તરફ ડાયવઝર્ન રહેશે. મુસાફર ખાના રેલ્વે સ્ટેશન રોડ થી જુની પ્રાન્ત કચેરી થઇ ઠક્કર બાપા સ્કુલ તરફ જઇ શકશે. કે.કે. સર્જીકલ હોસ્પીટલ સાઇટથી આવતા વાહનો દર્પણ રોડ થઇ મારવાડી ચાલ પરેલ તરફ જઇ શકશે.ચાર થાંભલા બુરહાની સોસાથી જુની પ્રાંત કચેરી તરફ આવતા વાહનો ઠક્કર બાપા સ્કુલ તરફ જઇ શકશે. તથા લક્ષ્મી શેરડી ઘર સાઇટથી આવતા વાહનો પરેલ થઇ જઇ શકશે. મંડાવાવ સર્કલ થી આવતા વાહનો અનાજ માર્કેટ ગેટ નં. 1 થઇ બહારપુરા રોડ થઇ પડાવ સર્કલ, નેતાજી બજાર,માણેકચંદ ચોક,ભગિની સમાજ, ગોધરા રોડ તરફ જઇ શકશે. આ ઉપરાંત અન્ય માર્ગો પર પણ ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે.