ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 6 જુલાઈ 2024 (09:10 IST)

આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે, રાજકોટ ગેમ ઝોન, મોરબી બ્રિજ અને સુરત અકસ્માતના પીડિતોને મળશે

rahul gandhi
આજે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લેશે. 25મે, 2024 ને શનિવારની સાંજે રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા તો 18 જાન્યુઆરી, 2024 ને ગુરુવારની સાંજે વડોદરાના હરણી બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃતકોના પરિવારજનોને સરકાર દ્વારા વધુ સહાય ચૂકવવામાં આવે અને જવાબદારોને વહેલી તકે કડક સજા આપવામાં આવે એવી માગ સાથે પીડિત પરિવાર અમદાવાદ રાહુલ ગાંધીને મળવા આવશે રાજીવ ગાંધી ભવન ખાતે તેઓ કાર્યકરોને મળશે. પથ્થરમારા મામલે કોંગ્રેસના જે કાર્યકરો પોલીસ કસ્ટડીમાં છે, તેમને પણ મળવા જશે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિર પણ જશે, જ્યાં રથનું કોંગ્રેસ દ્વારા દર વર્ષે પૂજન કરવામાં આવે છે, તેમાં ભાગ લેશે.

રાજકોટ TRP ગેમઝોનના અગ્નિકાંડના પીડિત પરિવારને પણ રાહુલ ગાંધી અમદાવાદમાં મળી શકે છે. મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની પાવનભૂમિ ગુજરાતમાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી તા. 6-7-2024ને શનિવારના રોજ બપોરે 12:30 કલાકે રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે આવશે.2 જુલાઈએ રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપના કાર્યકરો કોંગ્રેસ કચેરીએ વિરોધ કરવા આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે કોંગ્રેસ ઓફિસની બહાર જ ઘર્ષણ સર્જાયું હતું. આ ઘર્ષણમાં બંને પક્ષે સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

આ પથ્થરમારામાં બંને પક્ષના કાર્યકરો અને પોલીસ કર્મચારીઓને બીજા પહોંચી હતી, જે બનાવ અંગે પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. આ બનાવમાં કોંગ્રેસના પાંચ કાર્યકરોની પોલીસે ધરપકડ કરી છે અને અનેકની સામે ફરિયાદ નોધી છે. રાહુલ ગાંધી આ તમામ કાર્યકરોને મળશે. દર વર્ષે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા રથયાત્રા અગાઉ રથયાત્રાના અગાઉના દિવસે રથનું પૂજન કરવામાં આવે છે. આવતીકાલે કોંગ્રેસના નેતાઓ રથનું પૂજન કરવા જવાના છે,. રાહુલ ગાંધી પણ જગન્નાથ મંદિર દર્શન કરીને રથના પૂજન માટે જશે. આ ઉપરાંત એલિસબ્રિજ પોલીસની કસ્ટડીમાં કોંગ્રેસના પાંચ કાર્યકરો છે, તેમને પણ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન રાહુલ ગાંધી મળવા જઈ શકશે છે.ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં બનેલા રાજકોટ અગ્નિકાંડ, હરણી તળાવ દુર્ઘટના, મોરબી બ્રિજ દુર્ઘટના અને સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિત પરિવારનો સંપર્ક શરૂ કર્યો છે, જે પરિવાર અમદાવાદ આવવા ઈચ્છશે તે તમામને કોંગ્રેસ દ્વારા અમદાવાદ લાવવામાં આવશે. રાહુલ ગાંધી દુર્ઘટનાના પીડિત પરિવારોને પણ કોંગ્રેસ કાર્યાલય પર મળી શકશે છે. કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોને પણ રાહુલ.ગાંધી સંબોધવાના છે.