1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 મે 2022 (09:08 IST)

રાજ્યમાં 48 કોચિંગ ક્લાસ પર દરોડાઃવિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી રોકડમાં લઈ હિસાબ ચોપડે લેવાતો ન હોવાની આશંકા

રાજ્યભરમાં પહેલી વાર એકસાથે ધો.10-12 અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા 48 કોચિંગ ક્લાસ પર એસજીએસટીએ દરોડા પાડ્યા છે. આ કોચિંગ ક્લાસીસે ઓછો જીએસટી ભર્યો હોવાથી રડારમાં આવ્યા હતા. સંચાલકો વિદ્યાર્થીઓ પાસેથી લાખોની ફી રોકડમાં લઈ તેનો હિસાબ ચોપડે લેતા ન હોવાની શંકાને આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.એસજીએસટીની ટીમે મંગળવારે ભાવનગર, ગોધરા, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, આણંદ, હિંમતનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, સુરત, જામનગર અને જૂનાગઢમાં 13 એકમો દ્વારા ચલાવાતા કુલ 48 કોચિંગ ક્લાસ પર સાગમટે દરોડા પાડ્યા હતા.

આ તમામ ક્લાસીસ જીએસટીમાં રજિસ્ટર્ડ છે અને કેટલાક ક્લાસીસે તો જીએસટી નંબર પણ લીધો નથી. આ સંચાલકોએ જીએસટીમાં ઓછો ટેક્સ ભર્યો હોવાથી રડારમાં હતા.જીએસટીના સિસ્ટમ બેઝડ એનાલિસીસ અને માર્કેટ ઇન્ટેલિજન્સમાં ક્લાસીસના વ્યવહારો અને બેંક વ્યવહારોમાં વિસંગતતા સામે આવી હતી. સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ રકમ લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. ક્લાસીસ સંચાલકોે દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ પર 18 ટકા જીએસટી લાગે છે.