મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 27 જુલાઈ 2017 (15:37 IST)

વરસાદે હવે અમદાવાદને ધમરોળવાનું શરુ કર્યું. એક જ રાતમાં શહેર આખું જળબંબાકાર

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ધમરોળ્યા બાદ વરસાદે હવે અમદાવાદનો વારો કાઢ્યો છે. ગઈ કાલે મોડી રાતથી શરૂ થયેલા વરસાદે સમગ્ર અમદાવાદને જળબંબાકાર કરી નાંખ્યું હતું.

અમદાવાદમાં હાલમાં 7 ઈંચ વરસાદ વરસ્યો છે અને સૌથી વધુ વરસાદ પૂર્વ તથા દક્ષિણ ઝોનમાં વરસ્યો છે. ત્યારે અમદાવાદમાં વરસેલા વરસાદની થોડીક મુદ્દા પ્રમાણેની માહિતી અહીં રજુ કરી છે. 

 વટવામાં 7 ઇંચ, વેજલપુરમાં 6.5 ઇંચ
 ત્રણ મકાન ધરાશાયી થયા
વટવામાં સાડા 6 ઈંચ , મણીનગરમાં સાડા પાંચ ઈંચ વરસાદ
ઓઢવમાં 5 ઈંચ , વિરાટનગરમાં 4 ઈંચ વરસાદ
ઉસ્માનપુરમાં 4 ઈંચ , રાણીપમાં 4 ઈંચ વરસાદ



વેજલપુરમાં 5 ઈંચ , ગોતામાં 3 ઈંચ વરસાદ
કોતરપુરમાં 3 , મેમ્કો અને નરોડામાં 4 ઈંચ વરસાદ
દાણીલીમડામાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબકયો



મીઠાખળી, અખબારનગર અંડરબ્રીજ બંધ કરાયા, દક્ષિણી અંડર બ્રીજ પણ બંધ
પૂર્વ વિસ્તાર બેટમાં ફેરવાયો



એરપોર્ટના રન વેમાં ભરાયા વરસાદી પાણી
મોડી રાતથી શહેરમાં 48.15 મીમી વરસાદ નોંધાયો
 વાસણા બેરજની 128.75 ફૂટની સપાટીએ