શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 23 મે 2017 (14:15 IST)

કમોસમી વરસાદને કારણે અમદાવાદમાં બે દિવસમાં 90 વૃક્ષો ઉથલી પડયા

અમદાવાદમાં એક તરફ માનવ આરોગ્ય માટે જરૃરી ગ્રીનકવર્ડ ઘટતું જાય છે ત્યારે રવિવાર અને સોમવારે આવેલા હવામાનમાં તોફાની પલ્ટાના કારણે બે દિવસ દરમ્યાન 90  જેટલા વૃક્ષો ઉથલી પડયા છે. લાલ દરવાજા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ધરાશાયી થયેલા વૃક્ષ નીચે એક મહિલાને ઈજા થઈ હતી. કેટલાક સ્થળે વાહનો અને ફેરિયાઓની હાથલારીઓ દબાઈ ગઈ હતી. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે રવિવારે સાંજના ફૂંકાયેલા વાવાઝોડા દરમ્યાન જુદા જુદા વિસ્તારોમાં થઈને ૩૧ વૃક્ષો તૂટી પડયા હતા.

જેના નિકાલમાં આજે દિવસભર મ્યુનિ. તંત્ર દોડતું રહ્યું હતું. જ્યારે આજે સોમવારે સાંજના વાવાઝોડા સાથેના વરસાદ બાદ બગીચા ખાતુ અને ફાયર બ્રિગેડમાં ઉપરાઉપરી વૃક્ષો ઉથલી પડયાના ફોન આવવા માંડયા હતા. માત્ર ફાયર બ્રિગેડમાં જ ૨૩ જેટલા ફોન આવી ગયા હતા. બગીચા ખાતાના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે આજે ૬૦થી વધુ વૃક્ષો ઉથલી પડયા હશે તેમ જમા છે. આમ બે દિવસમાં વૃક્ષો તૂટી પડવાની સંખ્યા ૯૧ની ઉપર થવા જાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના તે એરપોર્ટ અને ઇન્દિરા બ્રિજના રોડ ઉપર જ ૧૪ વૃક્ષો ઉથલી પડયા છે, જેને તાબડતોબ હટાવવા મ્યુનિ. તંત્ર કામે લાગ્યું છે. ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનના રોડ ઉપર એક વૃક્ષ નીચે કાર દબાઈ ગઈ છે. અસારવામાં પણ આવી જ ઘટના બની હોવાનું નોંધાયું છે. વૃક્ષો તૂટી પડવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. લાલ દરવાજા સિટી બસના રૃટ પર કમ્પાઉન્ડ વોલ તોડીને વૃક્ષ તૂટી પડતાં બસોની લાઇન લાગી હતી. મ્યુનિ. દ્વારા હાલ ઠેર ઠેર રોડ અને ગટર- પાણીની લાઇનોના કામે ચાલી રહેલ છે. કેટલાક ઠેકાણે આ માટે ખોદકામ થયું હોવાથી વૃક્ષોની આસપાસ પોલાણ સર્જાયું હતું. વૃક્ષો વધુ સંખ્યામાં પડવાનું એક કારણ એ પણ છે ઉપરાઉપરી ફોનની ઘંટડીઓ રણકતી હોવાથી બગીચા ખાતું અને ફાયરબ્રિગેડની ગાડી દોડતી થઈ છે.