શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 24 જુલાઈ 2017 (16:52 IST)

Photo - ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી, હજુ ભારે વરસાદની આગાહી

હવામાનખાતાની આગાહી મુજબ આવનારા ૪ દિવસમાં રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની તીવ્ર સંભાવન છે. જેને પગલે રાજ્યમાં હજુ તારાજી સર્જાઈ શકે છે.

સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વલસાડ અને સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે 7000થી વધુ નાગરીકોનુ સ્થળાંતર કરવામાં આવ્યુ છે. ૧૪૬થી વધુ નાગરીકોને રેસ્ક્યુ કરીને બચાવાયા છે.

સુરતના મહુવા- ઉમરપાડા તેમજ ગીર-સોમનાથના વેરાવળમાં એમ ત્રણ સ્થળે ત્રણ નાગરીકોના તણાઈ જવાથી મોત થયા હતા. આ સાથે અત્યાર સુધીમાં વરસાદને કારણે મૃત્યુઆંક ૬૪ને પહોંચ્યો છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર સહિત ૩૯ ડેમ પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યો

રાજ્યમાં કુલ ૨૦૩ જળાશયો પૈકી ૩૯થી વધુ ડેમ હાઈએલર્ટ ઉપર છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ૨૪.૨૪ ટકા, મધ્ય ગુજરાતમાં ૫૦.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૩૫.૨૧ ટકા, કચ્છમાં ૩૯.૩૩ ટકા અને સૌરાષ્ટ્રમાં ૩૯.૩૫ ટકા એમ કુલમળી રાજ્યમાં ૩૬.૮૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે. 

ભારે વરસાદના કારણે ડીસાની બનાસ નદીમાં 100 લોકો ફસાયાં,સરપંચ સહિત ગ્રામજનોએ બચાવ કામગીરી શરૂ કરી ભારે વરસાદ ના કારણે દાંતીવાડાના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે અને દાંતીવાડા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

હવામાન ખાતાએ પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી તરી છે. ડિસાની સંત અન્ના સ્કુલ નજીકના ૨૦૦૦ શ્રમજીવીઓ ભારે વરસાદના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે. નિચાણવાળા ઘરોમાં પાણી ભરાઈ ગયા છે જેથી NDRF પાસે મદદ માંગવામાં આવી છે. ધાનેરા મામલતદાર ઓફિસનું પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. જનજીવન ખોરવાયુ ગયુ છે. 

ઉત્તર ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. બનાસકાંઠાના અમીરગઢ અને ડીસામાં 8 ઇંચ, જ્યારે માઉન્ટ આબુમાં 10 ઇંચ વરસાદ થતાં જિલ્લાના 20 ગામોના 945 લોકોનું સ્થળાંતર કરાયું હતું. રવિવારે ધોધમાર વરસાદને કારણે દાંતીવાડાનું સાતરવાડા ગામ બેટમાં ફેરવાયું છે જ્યારે ધાનેરા શહેર બેટમાં ફેરવાયું છે. શાળાઓ સોમવારે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા દરેક ગામની સ્થિતિ પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બનાસકાંઠામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે સીપુ ડેમનાં 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારોને પણ હાઇ એલર્ટ કરાયા છે. 

વરસાદને કારણે કેટલાક ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. ડીસા અને ધાનેરામાં NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તો લાખણીમાં SRPની ટીમ તૈનાત કરવામાં આવી છે. અનેક ગામોમાં પણ પાણી ભરાઇ જવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ગુજરાતમાં છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના 112 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં 342 મી.મી. એટલે કે 13 ઇંચ જેટલો, પાલનપુરમાં 255 મી.મી., અમીરગઢમાં 246 મી.મી. મળી કુલ બે તાલુકામાં 10 ઇંચ, ધાનેરામાં 231 મી.મી., લાખણીમાં 221 મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં નવ ઇંચ અને વડગામમાં 200 મી.મી. એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 

અમીરગઢ તાલુકામાં શનિવારની સમી સાંજથી સારું થયેલા વરસાદથી સર્વત્ર પાણી-પાણી દેખાઇ રહ્યું હતું. જ્યારે ઉપરવાસ રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં 10 ઇંચ જેટલો વરસાદ નોંધાતા બનાસ નદીમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે અમીરગઢ વહિવટી તંત્ર દ્વારા નદીના વહેતા પાણીના પ્રવાહમાં ન ઉતરવા સાવચેતી રાખવા સૂચન કરાયું છે. તે ઉપરાંત 10 જેટલા ગામો જુનિરોહ ગામ પાસેના રપટ પર પાણી ફરી વળતા તાલુકા મથકથી વિખુટા પડી ગયા હતા. આ ઉપરાંત માઉન્ટ આબુમાં ભારે વરસાદને લઇ નક્કીલેખ ઓવરફ્લો થયું હતું અને પર્યટકો ફસાયા હતા. તેમજ રસ્તાઓ ઉપર પાણી ફરી વળતાં ગાડીઓનું ટ્રાફિકજામ થયું હતું. આમ અમીરગઢ, માઉન્ટ તેમજ આબુરોડમાં વરસાદને લઇ બનાસનદી ગાંડીતુર બની છે.


રાજ્યમાં છેલ્લા પાંચેક દિવસથી વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસાવ્યો છે. રાજ્યના ૧૧૨ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં ૩૪૨ મી.મી. એટલે કે ૧૩ ઇંચ જેટલો, પાલનપુરમાં ૨૫૫ મી.મી., અમીરગઢમાં ૨૪૬ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૧૦ ઇંચ, ધાનેરામાં ૨૩૧ મી.મી., લાખણીમાં ૨૨૧ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં નવ ઇંચ અને વડગામમાં ૨૦૦ મી.મી. એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 

    રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ અહેવાલો મુજબ આજે તા.ર૪/૭/૧૭ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન દાંતા તાલુકામાં ૧૭૯ મી.મી., દીયોદરમાં ૧૭૨ મી.મી. મળી કુલ બે તાલુકામાં સાત ઇંચ જેટલો, સતલાસણામાં ૧૫૪ મી.મી., ઇડરમાં ૧૬૦ મી.મી., પોશીનામાં ૧૫૫ મી.મી. મળી કુલ ત્રણ તાલુકાઓમાં છ ઇંચથી વધુ; રાધનપુરમાં ૧૩૨ મી.મી., ખેડબ્રહ્મામાં ૧૨૫ મી.મી., વડાલીમાં ૧૨૪ મી.મી., વીજયનગરમાં ૧૪૦ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં પાંચ ઇંચથી વધુ, સરસ્વતિમાં ૧૨૦ મી.મી., સિદ્ધપુરમા; ૧૧૬ મી.મી., થરાદમાં ૧૧૯ મી.મી., મહેસાણામાં ૧૦૧ મી.મી., ઊંઝામાં ૧૦૯ મી.મી., અને બેચરાજીમાં ૯૯ મી.મી. મળી કુલ છ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 

    આ ઉપરાંત રાધનપુર તાલુકામાં ૯૨ મી.મી., ભાભરમાં ૯૨ મી.મી., વાવમાં ૮૨ મી.મી., ખેરાલુમાં ૯૫ મી.મી., વીજાપુરમાં ૮૨ મી.મી., ભીલોડામાં ૮૬ મી.મી., માણસામાં ૮૭ મી.મી. અને કલોલમાં ૭૪ મી.મી. મળી કુલ આઠ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો છે; જ્યારે ચાણસ્મામાં ૫૩ મી.મી., હારીજમાં ૭૨ મી.મી., સાંતલપુરમાં ૫૮ મી.મી., શંખેશ્વરમાં ૪૮ મી.મી., જોટાણામાં ૬૬ મી.મી., વડનગરમાં ૭૦ મી.મી., વીસનગરમાં ૫૭ મી.મી., હિંમતનગરમાં ૬૩ મી.મી., માલપુરમાં ૫૬ મી.મી., મેઘરજમાં ૫૧ મી.મી., મોડાસામાં ૫૬ મી.મી., કઠલાલમાં ૫૭ મી.મી., ગોધરામાં ૬૧ મી.મી., ફતેપુરમાં ૫૮ મી.મી., ઉમરવાડામાં ૫૫ મી.મી., કપરાડામાં ૬૧ મી.મી. અને ઉમરગામમાં ૫૮ મી.મી. મળી કુલ ૧૭ તાલુકાઓમાં બે ઇૈચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. 


    આ ઉપરાંત રાજ્યના  સમી, પ્રાંતિજ, તલોદ, બાયડ, ધનસુરા, અમદાવાદ શહેર, દશક્રોઇ, દેત્રોજ, ધોલેરા, સાણંદ, ગલતેશ્વર, કપડવંજ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, વસો, સોજીત્રા, હાલોલ, શહેરા, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, વીરપુર, ધાનપુર, ગરબાડા, ઝાલોદ, લીમખેડા, સંજેલી, ધાંગધ્રા, વાલીયા, ડેડીયાપાડા, સાગબારા, નીઝર, કુકરમુંડા, માંગરોળ, ધરમપુર, ડાંગ, વધઇ મળી કુલ ૩૮ તાલુકાઓમાં એ;ક ઇંચથી વધુ; જ્યારે અન્ય ૩૮ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૦.૬૮ ટકા જેટલો નોંધાયો છે. 

રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ર૪/૭/૧૭ના રોજ સવારે ૮-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન વ્યાપક વરસાદના કારણે રાજ્યના ૨૦૩ જળાશયો પૈકી ૪૦ જળાશયો હાઇએલર્ટ, તેમજ ૧૨ જળાશયો એલર્ટ જાહેર કરાયા છે. રાજ્યના ૨૦૩ જળાશયોના પાણી સંગ્રહની ક્ષમતા ૧૫૭૭૦.૩૯ મિલીયન ક્યુબીક મીટર પૈકી હાલ ૭૨૪૫.૫૯ મીલીયન ક્યુબીક મીટર પાણી નો સંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજના સરદાર સરોવર ડેમ ૧૧૭.૭૮ મીટરની સપાટીએ પહોંચ્યો છે. આ સાથે સરદાર સરોવર ડેમ ૮૭.૩૧ ટકા જેટલો ભરાયો છે. રાજ્યના જે જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયા છે. તેમાં ધ્રોલી, મછાનલ, કબુતરી, ઉમરીયા, કાલી-ર, સાનાન્દ્રો, ફતેહગઢ, ગજાનસાર, મીત્તી, વડિયા, સસોઇ, વર્તુ-૧, પુના, રૂપારેલ, કનકાવતી, સાપડા, સોનમતી, વેરાડી, કાબરકા, સોરઠી, મચ્છુ-ર, મચ્છુ-૧, લાલપરી, ઘોડાધોરી, ખોડાપીપર, ડેમી-૧, ઘેલો-એસ, ફદનગેવરી, ધારી, ધોળીધજા, ફાલકુ, નીમબની, બ્રહ્માણી, લીંબભોગાવો-૧, માર્શલ, સબુરી, ત્રિવેણીથંગા, વેરાડી, મીનસર(વ) મળી કુલ ૪૦ જળાશયો હાઇ એલર્ટ જાહેર કરાયા છે.આ ઉપરાંત સંન્ક્રોલી, ઉન્ડ-૧, સાની, ઉન્ડ-ર,  રંગમતી, ડેમી-૨, આજી-૩, ન્યારી-ર, આજી-૧, ડેમી-ર, સુખભાદર, નાયકા મળી કુલ ૧૨ ડેમને એલર્ટ તથા અન્ય ૧૨ ડેમોને ચેતવણી આપવામાં આવી છે.