સંબંધિત સમાચાર
- રેલ્વે મંત્રાલયે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોને મંજૂરી આપી છે, આ તારીખોની વચ્ચે સંચાલન કરશે
- 17 ઑક્ટોબરથી અહમદાબાદથી તેજસ ટ્રેન ઉપડશે
- Weather Updates- મુંબઇમાં ભારે વરસાદને કારણે લોકો ચિંતિત છે, ઘણા રાજ્યોમાં એલર્ટ
- Weather Today- આગામી નવ દિવસમાં ચોમાસાનો અંત આવશે, કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે
- Clone Train- 40 ક્લોન ટ્રેનો આજથી દોડશે, ક્યારે રવાના થશે, અમદાવાદથી પણ 5 ટ્રેન ચલાવવામાં આવશે
ગુજરાતમાં ફરીથી શરૂ થશે વરસાદની ધમાકેદાર એન્ટ્રી
રાજ્યમાં ફરીથી વરસાદી મહોલ સર્જાશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, આજથી (શુક્રવાર)થી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. જેમાં ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી છે કે આગામી પાંચ દિવસમાં રાજુલા તેમજ જાફરાબાદ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની સંભાવનાઓ છે, ગુજરાત (Gujarat)માં છેલ્લા થોડા સમયથી વરસાદ (Rain) ન આવતા, ગુજરાતમાંથી ચોમાસુ ગયું એવું લાગી રહ્યું હતું. ત્યાં જ આજરોજ હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી (Forecast)એ પાછા ખેડૂતો (Farmers)ની ચિંતામાં વધારો કર્યો છે.

