ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 1 જુલાઈ 2024 (14:54 IST)

ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છ કેટલાક જિલ્લામાં ભારે વરસાદ, રેડ ઍલર્ટની આગાહી છે

Yellow alert in all districts except north-central Gujarat, possibility of heavy rain
ગુજરાતમાં હાલના સમયમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરાઈ છે.
 
હવામાન વિભાગ અનુસાર, હાલના સમયમાં ગુજરાત પર વરસાદી સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે.
 
ગુજરાતમાં 10 દિવસ સુધી વરસાદની શક્યતા છે. એટલે કે 10 કે 11 જુલાઈ સુધી ચોમાસું જામેલું રહેશે.
 
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક જિલ્લામાં ભારે, તો કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. એવામાં જ્યાં અત્યાર સુધી વરસાદ નથી પડ્યો તેવા જિલ્લા અને તાલુકાઓમાં પણ વરસાદ શરૂ થયો છે.
 
ગુજરાતમાં હાલના સમયમાં વરસાદની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસી રહ્યો છે.અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે અને હાલમાં પણ રસ્તામાં પાણી જોવા મળી રહ્યું છે. તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ક્યાંક છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
 
આ સિવાય સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી વગેરે જિલ્લામાં છૂટાછવાયો ભારે અને સામાન્ય વરસાદ પડ્યો છે.
 
તાપી જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી તાલુકામાં વરસાદ શરૂ થયો છે. રાજકોટના ધોરાજીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. બોટાદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતાં શેરીઓમાં પાણી ભરાયાં છે.
 
મોરબી જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. તો પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. સાબરકાંઠાના મેઘરજ તાલુકામાં પણ વરસાદ પડ્યો છે. સુરેન્દ્રનગરના દસાડા, પાટડી, ધ્રાંગધ્રાની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તેમજ સુરેન્દ્રનગર શહેર અને તેની આસપાસના લીમડી, વઢવાણ, ચોટીલા તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. કચ્છના ભુજમાં પણ વરસાદને કારણે બસ સ્ટેશનમાં પાણી ભરાઈ ગયાં હતાં. અનેક વાહનચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.