ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 4 જુલાઈ 2021 (15:22 IST)

હજુ વરસાદ ખેંચાશે- કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શકયતા

rain gujarat
હવામાન વિભાગની આગાહી, ચેતવણી મુજબ આગામી બે દિવસ સુધીમાં જામનગર, દ્વારકા સહિતના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શકયતા છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાના કેટલાક સ્થળે વરસાદની આગાહી.  નૈઋત્યનું ચોમાસું હજુ જોઇએ તેટલું સક્રિય બન્યું નથી, આથી જામનગર અને દ્વારકાની પ્રજાને ભારે વરસાદ માટે રાહ જોવી પડશે. બન્ને િજલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય કહી શકાય તેવો વરસાદ પડવાની સંભાવના વ્યકત કરાઇ છે.