સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 26 જુલાઈ 2017 (16:27 IST)

ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું- રાજ્યના ૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

છેલ્લા ચારેક દિવસથી ઉત્તર ગુજરાતમાં વરસી રહેલા વરસાદે તેનું જોર ઉત્તર ગુજરાતમાં ઘટાડ્યું છે. રાજ્યના ૯૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં ૨૧૯ મી.મી. એટલે કે આઠ ઇંચથી વધુ; બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં ૧૫૦ મી.મી. એટલે કે છ ઇંચ જેટલો અને ધાનેરા તાલુકામાં ૧૩૯ મી.મી. એટલે કે પાંચ ઇંચથી વધુ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલ અહેવાલો મુજબ આજે તા.ર૬/૦૭/૨૦૧૭ને સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન દાંતા તાલુકામાં ૧૦૪ મી.મી., ડીસામાં ૧૧૯ મી.મી., દિયોદરમાં ૧૦૬ મી.મી., સતલાસણામાં ૧૧૦ મી.મી., વીજાપુરમાં ૧૦૯ મી.મી., પ્રાંતિજમાં ૧૧૧ મી.મી., ધનસુરામાં ૧૦૯ મી.મી., મોડાસમાં ૧૧૩ મી.મી., તિલકવાડામાં ૧૦૬ મી.મી. મળી કુલ નવ તાલુકાઓમાં ચાર ઇંચથી વધુ; જ્યારે વડનગરમાં ૮૦ મી.મી., તલોદમાં ૭૯ મી.મી., કલોલમાં ૯૦ મી.મી., માણસામાં ૯૬ મી.મી., ગોધરામાં ૭૩ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.  

આ ઉપરાંત રાજ્યના સિદ્ધપુર તાલુકામાં ૬૪ મી.મી., લાખણીમાં ૫૧ મી.મી., પાલનપુરમાં ૬૨ મી.મી., થરાદમાં ૫૯ મી.મી., વડગામમાં ૬૦ મી.મી., ખેરાલુમાં ૭૦ મી.મી., મહેસાણામાં ૬૯ મી.મી., ઇડરમાં ૬૩ મી.મી., વડાલીમાં ૬૬ મી.મી., બાયડમાં ૬૧ મી.મી., મેઘરજમાં ૬૬ મી.મી., દહેગામમાં ૬૩ મી.મી., ગાંધીનગરમાં ૫૧ મી.મી., મહેમદાવાદમાં ૫૮ મી.મી., જેતપુર-પાવીમાં ૪૯ મી.મી., હાલોલમાં ૪૯ મી.મી., ખાનપુરમાં ૫૨ મી.મી. મળી કુલ ૧૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.  આ ઉપરાંત રાજ્યના હારિજ, પાટણ, રાધનપુર, સમી, સરસ્વતી, શંખેશ્વર, ભાભર, વાવ, જોટાણા, કડી, ઊંઝા, વીસનગર, ખેડબ્રહ્મા, અમદાવાદ શહેર, ગળતેશ્વર, કપડવંજ, કઠલાલ, મહુધા, નડિયાદ, ઠાસરા, બોરસદ, ઉમરેઠ, સાવલી, બોડેલી, છોટાઉદેપુર, સંખેડા, ઘોઘંબા, શહેરા, કડાણા, લુણાવાડા, વીરપુર, દાહોદ, દેવગઢબારિયા, લીમખેડા, સંજેલી, ગરૂડેશ્વર મળી  કુલ ૩૭ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ; જ્યારે અન્ય ૨૪ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.  આ સાથે ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૮.૫૨ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૭૬.૮૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૦૪.૦૮ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૫૧.૬૨ ટકા, સૌરાષ્ટ્રમાં ૭૨.૪૪ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૨.૪૬ ટકા જેટલો સરેરાશ વરસાદ નોધાયો છે.