શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 સપ્ટેમ્બર 2019 (17:59 IST)

નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ સહિત ગુજરાતભરમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે હજુ આગામી ત્રણ દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા ધોધમાર વરસાદની સંભાવના છે. બીજી તરફ નવરાત્રિના આડે બે દિવસ બાકી છે ત્યારે વરસાદમાં નવરાત્રિ બગડશે. વરસાદની આગાહીને પગલે ગરબા આયોજકો અને ખૈલેયાઓમાં નિરાશા જોવા મળી રહી છે.અત્યાર સુધી 126 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ રવિવારથી એટલે 29 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઇ રહી છે ત્યારે પણ વરસાદ વરસવાની આગાહીને કારણે ખેલૈયાઓ અને ગરબાનાં આયોજકોમાં ઘણી જ ચિંતા વ્યાપી ગઇ છે. નવરાત્રીમાં જો વરસાદ વિલન બનશે તો ખેલૈયાઓનાં હજારોનાં પાસ અને આયોજકોનાં લાખો રૂપિયાનું પણ નુકસાન થઇ શકે છે. કેટલાય દિવસોથી તૈયારી કરી રહેલા ખેલૈયાઓમાં પણ આ સમાચારથી ચિંતા વ્યાપી ગઇ છે.રાજ્યમાં સાર્વત્રિક વ્યાપક વરસાદ ને કારણે 126 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પરિણામે રાજ્યનાં જળ સંગ્રહમાં 99 જળાશયો છલકાયા છે. સાર્વત્રિક મેઘ મહેરથી 23737 એમ.સી.એમ  પાણી સંગ્રહ થયો છે જે ઐતિહાસિક ટના બની છે. જ્યારે આ વર્ષે વરસાદ ની પેટર્ન માં બદલાવવાના કારણે સાર્વત્રિક વરસાદ પડ્યો છે.