ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (12:51 IST)

વડોદરામાં સાંબેલાધાર વરસાદ, 20 વર્ષ બાદ સર્જાઇ આવી સ્થિતિ: એરપોર્ટ સેવા બંદ, ચારના મોત

વડોદરા: રાજ્યભરમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની મહેર જોવા મળી રહી છે. બુધવારે ગુજરાતના વડોદરામાં બારે મેઘ ખાંગા થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે છેલ્લા 20 વર્ષમાં પહેલી વખત આ પ્રકારની સ્થિતી સર્જાઇ છે.વડોદરામાં ભારે વરસાદના કારણે હાઇએલર્ટ જાહેર કરાયુ છે. હાલમાં વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. જેથી લોકોને ઉંચાઇવાળા સ્થળો પર જતા રહેવા અપીલ કરાઇ છે. વડોદરા વરસાદના લીધે ચાર લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. છાણી બાજવા રોડ પર આવેલા ભાથુજીનગર બાજુમાં ઝુંપડપટ્ટીમાં દિવાલ તૂટતા ચાર લોકોના મોત થયા છે. છૂટક મજૂરી કરતાં ચાર લોકોમાં 3 મહિલાઓ અને એક પુરુષનું મો થયું છે.
 
શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને અસર પહોંચી કેટલીક ટ્રોનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રોનો ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
 છે. વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા શહેર પાણી પાણી થઈ ગયું છે. 14 કલાકમાં 18 ઈંચ વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારો સહિત અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. જેની અસર જનજવન પર પડી છે.
 વરસાદને લઇને વડોદરા જિલ્લા કલેક્ટરે તમામ સરકારી, પ્રાઇવેટ અને વીએમસીની શાળાઓને ગુરૂવારે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
 
શહેરમાં મહાનગર પાલિકા દ્વારા સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે રેલ વ્યવહારને અસર પહોંચી કેટલીક ટ્રોનો રદ કરવામાં આવી છે તો કેટલીક ટ્રોનો ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એરપોર્ટ સેવા બંદ થઈ ગયુ છે
 
મળતી માહિતી મુજબ, 1. ટ્રેન નંબર 69102 અમદાવાદ-વડોદરા, 2. 69107 - વડોદરા-અમદાવાદ, 3. 69118 દાહોદ-વડોદરા, 4. 19036 અમદાવાદ-વડોદરા મેમુ, 5. 19035 વડોદરા-અમદાવાદ મેમૂ, 6. 52035 જમ્બુર-પ્રતાપનગર નેરોગેજ ટ્રેન પણ રદ કરવામાં આવી છે.
 
ભારે વરસાદને પગલે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીમાં વરસાદનું પાણી ઠલવાતા નદીની સપાટી 11 ફૂટે પહોંચી ગઇ હતી. આ સાથે શહેરના ખાલીખમ તળાવો પણ ભરાઇ ગયા હતા. શહેરના માર્ગો ઉપર ભરાયેલા પાણીના પગલે શહેરી બસ સેવા બંધ કરી દેવાની ફરજ પડી હતી. તો ઓટોરિક્ષા ચાલકોને તડાકો થઇ ગયો હતો.
 ભારે વરસાદને પગલે શહેરમાં 25 જેટલા સ્થળોએ નાના-મોટા વૃક્ષો જમીનદોસ્ત થવાના, પોલીસ ગ્રાઉન્ડની દીવાલ પડી જવાના બનાવો બન્યા હતા. શહેરના માર્ગો ઉપર પાર્ક કરેલા ટુવ્હિલરો, ફોરવ્હિલરો પાણીમાં ડૂબી ગયા હતા.
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડોદરામાં થયેલ વરસાદ અને ત્યાંની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સ્ટેટ કંટ્રોલ ઓફિસ ખાતે ઇમરજન્સી સેવાઓને લઇને બેઠક બોલાવી હતી. જ્યારે ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેને લઇને હેલ્પલાઇન નંબર 1800-233 0265, 0265-2423101 અને 0265-2426101 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરો પર ફોન કરવાની સહાયતા માંગી શકાય છે.
 
વડોદરામાં ભારે વરસાદની સ્થિતીની ધ્યાનેમાં લઇ તંત્ર અલર્ટ થયું છે. સમીક્ષા માટે પ્રભારી સચિવ લોચન સહેરા ગાંધીનગરથી રવાના થયા છે.3 સ્થાનિક NDRFની ટીમને અલર્ટ કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગરથી NDRFની એક ટીમ રવાના કરવામાં આવી છે. તો NDRFની 2 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરંત સેનાના જવાનોને અલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે અને અમદાવાદ મનપા અને અને સુરત મનપાની ટીમને પણ મદદ માટે બોલાવવામાં આવી છે.

 
શહેરમાં ભારે વરસાદના લીધે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે ફાયર બ્રિગેડ દ્વારા 25 લોકોનું રેસક્યુ કરવામાં આવ્યું છે. કારેલીબાગ તુલસીવાડીની વસાહત પાણીમાં ગરકાવ થઈ હતી. જેને લઈને લોકો જીવ બચાવવા ઘરના છાપરે ચડ્યા હતા. ત્યારે ફાયર બ્રિગેડે લોકોનું રેસક્યૂ કરી સલામત જગ્યાએ ખસેડ્યા હતા.