સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 10 સપ્ટેમ્બર 2023 (17:45 IST)

રાજકોટ: મેળામાં 2 વર્ષની માસુમ પર દુષ્કર્મ, ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા ભાંડો ફૂટ્યો

Rajkot Crime news- રાજકોટના જન્માષ્ટમીની મોડી મેળામાં રુવાડા ઉભા કરી દે ખૂબ જ શરમજનક ધટના બની હતી. અહીં લાખો લોકોના મેડાવડા વચ્ચે પરપ્રાતિય એક શખ્સે બે વર્ષની માસુમ બાળકી સાથે અડપલા કરતા તેમની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 
 
રાજકોટના લોકમેળામાં 2 વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ, ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા ભાંડો ફૂટ્યો. આ દુષ્કર્મ કરનાર સંબંધી જ નિકળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાળકીના કાકીના સગાભાઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 
 
બાળકીના કાકીના સગાભાઈ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બાળકીને લોકમેળામાં કોઈ જગ્યાએ લઈ જઈ દુષ્કૃત્ય આચરવામાં આવ્યું હતું. બાળકીને ગુપ્તાંગના ભાગે લોહી નીકળતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકી અને તેનો પરિવાર મૂળ ઉતરપ્રદેશના હોવાનું સામે આવ્યું છે. પરિવાર રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં કારખાનામાં મજૂરી કામ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલમાં આ ઘટનાને લઈને ચારે તરફ રોષ જોવા મળી રહ્યો છે.