બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (16:33 IST)

રાજકોટના સરધાર નજીક મોટો અકસ્માત

જન્માષ્ટમીને લઈ રાજકોટ સહિત ગુજરાતભરમાં ઉજવણીનો માહોલ છે. આ દરમિયાન રાજકોટ નજીક સરધારથી એક ગોઝારા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.

વિગતો મુજબ ભૂપગઢ રોડ પર લીલીસાજળીયાળી ગામે આજે અકસ્માતની ઘટના બની હતી. જેમાં એક છકડો રીક્ષાએ પલટી મારતા આ દુર્ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં બાઇક ચાલક સહિત પાંચના મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.
 
ગત રાત્રીએ સર્જાયો હતો અકસ્માત
રાજકોટ-સરઘારથી ભૂપગઢ રોડ પર ગત રાત્રીએ અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ ત્રણ બાઇક અને એક રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ 5 લોકોના મોત થયા છે. માહિતી પ્રમાણે તમામ મૃતકો લીલાસાંજડીયાળી ગામના રહેવાસી છે. જેમાં ત્રણ મૃતકો ખેત મજૂર અને બે મૃતકો સ્થાનિક રહેવાસી હોવાનું સામે આવ્યું છે.