ગુરુવાર, 7 ઑગસ્ટ 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (14:12 IST)

Land On moon - પત્નીને જન્મદિવસે ગિફ્ટમાં આપી ચંદ્ર પર જમીન

Land on moon
Land on moon- ચંદ્ર પર જમીન ખરીદવામાં સુરતના સુરતના વિજય કથીરિયા બાદ રાજકોટના યુવાનનું પણ નામ જોડાયું છે.
 
23 ઓગસ્ટે જ્યારે ચંદ્રયાન 3ની સફળ લેંડીગ ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર થઈ છે ત્યારે રાજકોટમાં પત્નીને જન્મદિવસની ક્યારેય ભુલાય તેવી મૂલ્યવાન ગિફ્ટ આપવામાં આવી છે. રાજકોટના યુવાને ખરીદી ચંદ્ર પર જમીન ખરીદી છે. નોંધનીય છે કે આજે ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ થયું છે ત્યારે રાજકોટના યુવાને આ  સાહસ ખેડયું છે. મહત્વનું છે કે ચેતન જોશીના પત્ની ખુશી જોશીનો જન્મદિવસ હોવાથી ચેતને ગિફ્ટ આપવા માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી હતી. 
 
યુએસની કંપનીને અરજી કરી અને 15 દિવસની જ કાર્યવાહી પૂર્ણ કરી હતી. બાદમાં નાસામાં તેમને પેમેન્ટ કરીને તેને પોતાની પત્નીને  1 એકર જમીન ગીફ્ટ આપી છે.