શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 ડિસેમ્બર 2023 (12:08 IST)

રાજકોટ- અમદાવાદ હાઈવે પર ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત, ત્રણ લોકોના મૃત્યુ

Rajkot- Ahmedabad Highway Accident,
Rajkot- Ahmedabad Highway Accident,
ગુજરાતમાં અકસ્માતોની ઘટનાઓ વધુ પ્રમાણમાં બની રહી છે. આજે સવારે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયાં હતાં. અકસ્માતને પગલે બંને કારનો ફૂરચો બોલી ગયો હતો. સમગ્ર ઘટનાથી હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.

પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ અમદાવાદ હાઈવે પર માલિયાસણ ગામ પાસે ટ્રક અને બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બંને કારનો ફૂરચો બોલી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં અને કારના પતરાં કાપીને અંદરથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ હતી અને ટ્રાફિકજામને હળવો કર્યો હતો. ત્યારબાદ ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.