શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 3 ઑક્ટોબર 2018 (12:13 IST)

રાજકોટ હવે ક્રિકેટના રંગે રંગાયું, ભારત અને વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટરોએ કેવી પ્રેક્ટિસ કરી જુઓ ફોટો

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સંચાલિત ખંઢેરી ગ્રાઉન્ડમાં ગુરૂવારથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થવાનો છે. આ સાથે રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયો છે. ગઈકાલે બંન્ને ટીમ રાજકોટ આવી પહોંચી હતી. ભારતીય ટીમના કેપ્ટન અને કોચે પિચનું નિરીક્ષણ કર્યું હતું. વાઇસ કેપ્ટન અંજ્કિય રહાણેએ જણાવ્યું કે, આ ટેસ્ટ શ્રેણી ટીમ માટે ખૂબ મહત્વની છે. રાજકોટમાં આજે ભારતીય તથા વેસ્ટ ઈન્ડિઝની ટીમે આકરી પ્રેક્ટિસ કરી
હતી. પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ખેલાડીઓ હળવા મૂડમાં જણાતા હતા.

પ્રેક્ટિસ સત્રમાં ટીમના કેપ્ટન વિરાટ કોહલી, કોચ રવિ શાસ્ત્રી, કેએલ રાહુલ, પૃથ્વી શો સહિતના ખેલાડીઓ હાજર રહ્યાં હતા. આ સાથે બોલરોએ પણ બોલિંગની પ્રેક્ટિસ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે સવારે પ્રેક્ટિસ કરી હતી. વિન્ડીઝ ટીમના તમામ ખેલાડીઓ સવારે 9 કલાકે મેદાન પર પહોંચી ગયા હતા. ત્યારબાદ 11 કલાક સુધી પ્રેક્ટિસ કરી હતી.