શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 6 જૂન 2017 (15:55 IST)

રાજકોટમાં સરકારના કાર્યોનો પ્રચાર કરતી 'મોદી ફેસ્ટવાન' ને લીલી ઝંડી

પીએમ મોદીના શાસનના જોતજોતામાં ત્રણ વર્ષ પુરાં થવા આવ્યાં છે. ત્યારે સરકાર લોકોને પોતાના કામોનો હિસાબ આપવા માટે અવનવાં ગતકડાં અપનાવી રહી છે. રાજકોટમાં ત્રિ-દિવસીય પ્રદર્શનની ઝાંખી રજૂ કરતી વાનને મેયર જૈમન ઉપાધ્યાયના હસ્તે  લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી. આ વાનની વિશાળ સ્ક્રીન પર ત્રણ વર્ષ દરમિયાન મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીની ઝલક જોઈ શકાશે. આ વાન તા.6 થી 8 જૂન ત્રણ દિવસ સુધી શહેરના રાજમાર્ગો પર ફરી લોકોને સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અને તેના ફાયદાઓ વિશે જાણકારી આપશે.

આ યાત્રામાં દરરોજ શહેરના પાંચ મહત્વના સ્થળો આવરી લેવામાં આવશે. જેમાં રીંગ રોડ, કોટેચા ચોક, એસ્ટ્રોન ચોક, ત્રિકોણબાગ, ક્રીસ્ટલ મોલ, મવડી ચોક, પારેવડી ચોક, બજરંગવાડી, પાંજરાપોળ, મોટી ટાંકી, સંત કબીર રોડ, રીલાયન્સ મોલ, 150 ફુટ રીંગ રોડ, ભક્તિનગર સર્કલ, કિસાનપરા, સોરઠિયાવાડી સર્કલ, આજી ડેમ ચોક, ગોંડલ ચોકડી વગેરેનો સમાવેશ થાય છે. આ વાનની સાથે-સાથે સ્થાનિક સત્તાધીશો પણ ઉપસ્થિત રહીને નાગરિકોને પ્રદર્શનના વિવિધ પાસાંઓ વિશે માહીતી આપશે.