શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ઑગસ્ટ 2018 (12:37 IST)

રાજકોટ પોલીસે મસાજ પાર્લરોમાંથી પકડાયેલી 46 વિદેશી મસાજ ગર્લ્સને ડિપોર્ટ કરી

રાજકોટ પોલીસે  રશિયા, થાઈલેન્ડ તેમજ લાઓસ જેવા દેશોમાંથી ટુરિસ્ટ તેમજ બિઝનેસ વિઝા પર ભારત આવેલી મસાર્જ ગર્લ્સને ડિપોર્ટ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, 46 યુવતીઓમાંથી સાત ટ્રાન્સજેન્ડર હતી, અને સર્જરી કરાવીને પુરુષમાંથી સ્ત્રી બની હતી. આ ટ્રાન્સજેન્ડર્સ મહિલા તરીકે સ્પામાં કામ કરતી હતી. આ યુવતીઓમાંથી 37 થાઈલેન્ડની, પાંચ લાઓસ અને ત્રણ કઝાકિસ્તાન જ્યારે એક યુવતી રશિયન હતી.રાજકોટ પોલીસે 5 ઓગસ્ટના રોજ શહેરના 40 જેટલા સ્પા સેન્ટર્સમાં રેડ કરી હતી, જે દરમિયાન આ તમામ મસાજ ગર્લ્સ પકડાઈ હતી. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના જણાવ્યા અનુસાર, આ તમામ યુવતીઓને બસ દ્વારા અમદાવાદ મોકલી દેવાઈ છે, અને ત્યાંથી તેમને તેમના દેશમાં ડિપોર્ટ કરી દેવાશે.રાજકોટ પોલીસે વિદેશ મંત્રાલયને એવી ભલામણ પણ કરી છે કે આ તમામ યુવતીઓને વિઝા નિયમનો ભંગ કરવા બદલ બ્લેકલિસ્ટ કરી દેવામાં આવે. આ યુવતીઓ ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા પર ભારત આવી હતી, જેના પર તેઓ અહીં કામ ન કરી શકે.પોલીસે આ મામલે મસાજ પાર્લરોના માલિક સામે કોઈ ફરિયાદ નથી કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલો ગુનો હોવાથી પોલીસે તમામને વોર્નિંગ આપીને છોડી દીધા છે. નિયમ પ્રમાણે સ્પા માલિકોને વિદેશી યુવતીઓને કામ પર રાખતા પહેલા તેમની પાસે યોગ્ય વિઝા છે કે કેમ તે માટે પોલીસને જાણ કરવાની રહે છે.