રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 8 એપ્રિલ 2019 (18:18 IST)

રાજકોટના હોટ સ્પોટ એવા ત્રિકોણબાગમાં હીટ સ્ટ્રોકથી 23 શહેરીજનો બેભાન

હજુ પણ ગરમી તેટલી જ રહેશે આ વર્ષે 45 ડિગ્રી સહન કરવી પડે તેવી શકયતા 
 
રાજકોટ શહેરમાં માત્ર 3 જ દિવસમાં હીટ સ્ટ્રોક 28 કેસ સામે આવ્યા છે. જે પૈકી 23 તો માત્ર ત્રિકોણબાગના આસપાસના વિસ્તારોમાંથી જ હતા. છેલ્લા એક સપ્તાહથી ત્રિકોણબાગ અને હોસ્પીટલ ચોક વિસ્તારમાં મનઓઆએ મૂકેલા સેંસરમાં તાપમાન 45 તો ક્યારે 46 ડિગ્રી સુધી પહોંચી જાય છે. બપોરના સમયે શહેરના આ હોટ સ્પોટ વિસ્તારોમાં 23 લોકોને ગરમીની અસર થઈ હતી. જીવીકે ઈએમઆરઆઈ કે જે 108 ઈમરજંસી સેવાનું સંચાલન કરે છે. તેના મનવીર ડાંગરે જણાવ્યું હતું કે તા. 4 થી 7 સુધીમાં રાજકોટ શહેરમાં હીટ સ્ટ્રોકના 28 કેસ નોંધાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તવિવારે રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી રહ્યું હતું. હજુ 10 દિવસ સુધી આ જ સ્થિતિ રહેશે. આ વર્ષે ઉનાડો આકરો જશે અને વર્ષો બાદ રાજકોટ શહેરના લોકોને 45 ડિગ્રી કે તેથી વધુ તાપમાન સહન કરવું પડે તેવી શકયતા છે.