સંબંધિત સમાચાર
- પહેલાં દેશ, પછી પાર્ટી અને અંતે હું : લાલકૃષ્ણ અડવાણી
- લોકસભાની ચુંટણી 2019- સુરતમાં કલેક્ટર કચેરીમાં ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, મહિલાઓના કપડાં ફાટ્યાં
- કોગ્રેસના આગેવાનોને સર્જિકલ સ્ટ્રાઇકમાં બોમ્બ સાથે બાંધી ફેંકી દો : કેબિનેટ મંત્રી દિલીપભાઈ
- લોકસભા ચૂંટણી 2019- ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં જામશે સીધો જંગ, જાણો કોણ કોને ટક્કર આપશે
- લોકસભાની ચૂંટણી 2019- ઠાકોર સેનાના બે સભ્યો બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવારી નોધાવશે તો કોંગ્રેસને ફટકો
લોકસભા ચૂંટણી 2019- ગુજરાતમાં કૉંગ્રેસ-ભાજપે લોકસભા ચૂંટણીમાં ધારાસભ્યોને કેમ ઉતાર્યા?
2019 લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકો પર ભાજપ અને કૉંગ્રેસ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.
ભાજપે ચાર ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે અને કૉંગ્રેસે આઠ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.
4 એપ્રિલ, ગુરુવારે ગુજરાતમાં ઉમેદવારી દાખલ કરવાનો છેલ્લો દિવસ હતો.
ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 23 એપ્રિલે મતદાન થવાનું છે અને રાજ્યમાં બન્ને પક્ષોના ઉમેદવારો જોર-શોરથી પ્રચારમાં લાગી ગયા છે.
ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 26 બેઠકોમાંથી ચાર બેઠકો પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપી છે.
તો કૉંગ્રેસે આઠ વર્તમાન ધારાસભ્યોને લોકસભા ચૂંટણી માટે ટિકિટ આપી છે, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી પણ સામેલ છે.