શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 4 એપ્રિલ 2019 (15:12 IST)

લોકસભાની ચુંટણી 2019- સુરતમાં કલેક્ટર કચેરીમાં ભાજપ- કોગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ, મહિલાઓના કપડાં ફાટ્યાં

સુરત લોકસભાની ચુંટણી માટે ભાજપ-  કોંગ્રેસના કાર્યકરો સામ સામે ભેગા થતાં કલેક્ટર કચેરીમાં પોલીસની હાજરીમાં જ ઘર્ષણ થઈ ગયું હતું. પહેલા મહિલા કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી અને છુટ્ટા હાથની મારામારી બાદ પુરૃષ કાર્યકરો વચ્ચે પણ ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષના કાર્યકરોને છોડવવા માટે પોલીસ વચ્ચે પડતાં પોલીસ લાચાર બની ગઈ હતી. કલાકો સુધી કલેક્ટર કચેરની બહાર ચાલેલા ડ્રામાના પગલે લોકો આશ્ચર્યમાં પડી ગયાં હતા. આ બનાવમાં કેટલીક મહિલા કાર્યકરોના કપડાં ફાંડી નંખાયા કે વાળ ખેંચવા સુધીની ઘટના પણ બની હતી.સુરત લોકસભાની ચુંટણી માટે ભાજપ કોંગ્રેસ બન્ને પક્ષના ઉમેદવારો એક સરખા સમય પર જ ફોર્મ ભરવા માટે કલેક્ટરકચેરી આવી પહોચંયા હતા. પહેલા ભાજપના ઉમેદવાર ટેકેદાર સાથે આવ્યા ત્યાર બાદ કોંગ્રેસના ઉમેદવાર અને ટેકેદારો આવતાં તેમને અટકાવવામાટે ગાડી આડી મુકી દેવામાં આવી હતી. બન્ને પક્ષના  કાર્યકરો સામ સામે આવી જતાં એક બીજાના વિરોધમાં સુત્રોચ્ચાર કરવાનું શરૃ કરવામાં આવ્યું હતું.
થોડો સમય ચોકીદાર ચોર અને પપ્પુ ચોર જેવા સુત્રોચાર બાદ ભાજપના કેટલાક મહિલા કાર્યકરો કોગ્રેસના મહિલા કાર્યરો સામે જઈને સુત્રોચાર કરતાં મામલો ગરમાયો હતો. થોડી જ વારમાં બન્ને પક્ષના મહિલા કોર્પોરટો વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. તેમાં એક મહિલા કાર્યકરના કપડાં ફાંડી નાંખવા સાથે અન્ય મહિલાના વાળ ખેંચી નંખાયાની ફરિયાદ થઈ હતી. આ ઉપરાંત મહિલા કાર્યકરો વચ્ચે રીતસર ઝપા ઝપી થઈ હતી. આ ઝપાઝપી ચાલતી હતી દરમિયાન બન્ને પક્ષના પુરૃષ કાર્યકરો દ્વારા પણ આક્રમક વલણ અપનાવવામા આવ્યું હતું. પુરૃષ કાર્યકરો વચ્ચે પણ ઝપાઝપી થતાં પોલીસ વચ્ચે પડી હતી. પોલીસ બન્ને પક્ષના કાર્યકરોને છોડવવા માટે વચ્ચે ઉભી રહી હતી પરંતુ લાચાર જેવી બની ગઈ હતી. પોલીસની હાજરીમાં જ બન્ને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતી જોઈને કલેક્ટર કચેરી નજીક લોકોના ટોળા ભેગા થઈગયાં હતા. રાજકીય પક્ષના કાર્યકરોને આવી રીતે મારામારી કરતાં જોઈ લોકો ડઘાઈ ગયાં હતા. આ ઘટના બાદ બન્ને પક્ષના નેતાઓએ એક બીજા પર આક્ષેપ કરી ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોવાનું કહ્યું હતું. પોલીસને વિડિયો શુટીંગના આધારે પગલાં ભરવા માટેની રજુઆત પણ સ્થળ પર જકરવામા આવી હતી.