29 જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. ત્યારે શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. મોદીના રોડ શોના રૂટ પર આવતા રસ્તાઓને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યા છે. રાજકોટના આજી ડેમમાં સોમવાર સાંજ સુધીમાં 7.10 ફૂટ નર્મદા નીર આવી પહોંચ્યા હતા. 29મીએ આવી રહેલા મોદીને આવકારવા આજી ડેમ પર તિરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. સાથે સમગ્ર રાજકોટ શહેરને પણ સજાવાઇ રહ્યું છે. આજી ડેમ નર્મદા નીરના અવતરણથી વગર વરસાદે ડેમની સપાટી 7.10 ફૂટે પહોંચી ગઇ છે.
એક સમયે ક્રિકેટ રમી શકાય એવા મેદાનમાં ફેરવાયેલા આજી ડેમમાં હાલ 80 એમસીએફટી નર્મદા નીરનો સંગ્રહ થઇ ચૂક્યો છે. 29 જૂને વડાપ્રધાન મોદી આવે ત્યારે 9 ફૂટની સપાટી કરવાની ગણતરીએ પૂરા ફોર્સથી નર્મદા નીર ઠલવાઇ રહ્યું છે. સૌની યોજના હેઠળ આજી ડેમ નર્મદા નીરથી ભરાઇ રહ્યો છે. સોમવારે રાત્રે ડેમની સપાટી 7.10 ફૂટ થઇ ગઇ હતી. રોજનું 22 થી 24 એમસીએફટી પાણી ડેમમાં ઠલવાઇ રહ્યું છે. 80 એમસીએફટી નર્મદા નીરનો સંગ્રહ થઇ ચૂક્યો છે.