મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જૂન 2018 (16:54 IST)

શિક્ષકોએ કાળી પટ્ટી બાંધી બાળકો ભણાવ્યાં, પડતર માંગણીઓ અંગે રોષ ઠાલવ્યો

ગુજરાતના શિક્ષકોએ પોતાની માંગણીઓ અંગે રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાના 7 હજારથી વધુ શિક્ષકો આંદોલનના માર્ગે છે. રાજકોટ સહિત ગુજરાતભરનાં ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ પડતર પ્રશ્નોને લઇ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. આજે અનેક શાળાઓમાં પગાર વધારાથી લઇ અન્ય વિવિધ પડતર પ્રશ્ને તાકીદે હલ કરવાની માંગ સાથે ક્લાસ રૂમમાં કાળી પટ્ટી બાંધી અભ્યાસ કરાવ્યો છે. શાળાના વિદ્યાથીઓના અભ્યાસ પર અસર ન પડે તે માટે શિક્ષકો દ્ગારા કાળી પટ્ટી બાંધીને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. રાજકોટમાં અનેક શાળાઓમાં શિક્ષકોએ કાળી પટ્ટી બાંધી શિક્ષણકાર્ય કરાવ્યું હતું અને માંગ કરી હતી કે, ઘણા સમયથી અમારા પેડિંગ પ્રશ્નો છે તેનો સરકારે ઉકેલ લાવવો જોઇએ. ફિક્સ પગારવાળા શિક્ષકોને પગાર વધારો મળવો જોઇએ તેવી માંગ કરી હતી. તમામ શિક્ષકો  23મી સુધી કાળી પટ્ટી બાંધીને શિક્ષણ કાર્ય કરશે.