મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (16:13 IST)

Rajpath Clubમાં સ્વિમિંગ કોચે કિશોરીને પટ્ટાથી ફટકારી

અમદાવાદની પ્રતિષ્ઠિત રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચે કિશોરીઓને પટ્ટા વડે માર માર્યાનો વીડિયો વાયરલ થયો છે. આમ શહેરની પ્રતિષ્ઠિત ક્લબ ફરી એક વખત વિવાદમાં સપડાઈ છે. વીડિયોમાં જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે જોતા તો ક્લબના વહિવટકર્તાઓને જવાબ આપવો ભારે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્વિમિંગ શીખવા માટે કિશોરીઓને મોકલનારા વાલીઓના વિરોધનો પણ વહિવટકર્તાઓને સામનો કરવો પડે તેવા એંધાણ છે. 

વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે કોચ સ્વિમિંગ કોસ્ચ્યુમ પહેરેલી કિશોરીને પહેલા ધમકાવે છે અને એ પછી હાથમાં રહેલા પટ્ટા વડે તેને બેરહેમથી ફટકારે છે. તેની સાથે સાથે કોચ કિશોરીને એમ પણ કહેતો સંભળાય છે કે અહીં આવ..સીધી ઉભી રહે...એક લાત મારીશ તો જઈશ પાણીમાં. વીડિયો જોઈને કોઈનુ પણ લોહી ઉકળી જાય તે સ્વાભાવિક છે. આ વીડિયો ગુરુવાર સાંજનો હોવાનુ કહેવાય છે. બીજ તરફ રાજપથ ક્લબના ચેરમેનને નિવેદન આપ્યુ છે કે કોચ સામે કાર્યવાહી કરવામાં આવશે.