મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 17 ઑગસ્ટ 2024 (14:16 IST)

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું નિધન

harsh sanghvi father
harsh sanghvi father

ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે. લાંબા સમયથી તેમની તબિયત નાદુરસ્ત હતી. તેમણે સુરતમાં હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. આજે સાંજે પાંચ વાગ્યે હર્ષ સંઘવીના નિવાસ સ્થાન ધરમ પેલેસ પારલે પોઈન્ટથી તેમની અંતિમ યાત્રા ઉમરા સ્મશાન ભૂમિ ખાતે જવા રવાના થશે. રમેશચંદ્ર સંઘવી અનેક સેવા કાર્યો સાથે સંકળાયેલા હતા.