1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સુરત , બુધવાર, 26 જૂન 2024 (12:56 IST)

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી મહિલાએ બાળકનું અપહરણ કર્યું, પોલીસ દોડતી થઈ

Woman kidnaps baby from New Civil Hospital in Surat
Woman kidnaps baby from New Civil Hospital in Surat
 ગુજરાતમાં બાળકોના અપહરણની ઘટનાઓ વધી રહી છે. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી એક અજાણીએ મહિલા ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. બાળકના અપહરણની વાત છેક ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચતા જ તેમણે બાળકને કોઈપણ ભોગે શોધી કાઢવા પોલીસને આદેશ કર્યો હતો. ત્યાર બાદ ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો. હોસ્પિટલ અને આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરતાં એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મુખ્ય દરવાજાથી બહાર નીકળતી હોવાનું દેખાયું હતું. 
 
હોસ્પિટલમાંથી જ બાળકને મહિલા ઉઠાવી ગઈ
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ સચિન બરફ ફેક્ટરી પાસે આવેલા ઈશ્વર નગરમાં રાજેશ પોલ, પત્ની અને 3 વર્ષના શિવા નામના એકના એક બાળક સાથે રહે છે. ગતરોજ રાજેશ પરિવાર સાથે નવી સિવિલ હોસ્પિટલના G-1 વોર્ડમાં દાખલ સંબંધીને મળવા માટે આવ્યો હતો. દરમિયાન શિવા G-1 વોર્ડથી F-1 વોર્ડની લોબીની વચ્ચે રમતો શિવા ગુમ થઈ ગયો હતો. પરિવારે તેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી. જેથી પરિવાર હોસ્પિટલના સિક્યુરિટી ઓફિસમાં ગયા હતા. પરંતુ ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે હોસ્પિટલના વડા પાસેથી લખાવી લાવો તો કેમેરા જોવા દઈએ. હોસ્પિટલના વડાએ લેખિત આપો તો પરમિશન આપું તેમ કહી ઘટનાને ગંભીરતાથી લીધા વગર પરિવારને ધક્કે ચડાવ્યો હતો.
 
ગૃહમંત્રીએ બાળકને શોધી કાઢવા આદેશ કર્યો
છેલ્લે કંટાળી પરિવારે રાજ્યના ગૃહમંત્રીનો સંપર્ક કર્યો હતો. જેથી તેમની સૂચના બાદ ડીસીપી, એસીપી અને ખટોદરા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. જ્યાં હાલ બાળકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં સીસીટીવીમાં એક મહિલા શિવાને લઈને મેઈન ગેટથી બહાર નીકળી રહી હોવાનું કેદ થયું છે. હજુ સુધી બાળકનો પત્તો લાગ્યો નથી. ત્રણ વર્ષના બાળકના અપહરણ મામલે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને જાણ કરતાં તેમણે કહ્યું હતું કે, આ મામલે ડીસીપીને જાણ કરીને વધુ ટીમો લગાવી બાળકને ઝડપથી શોધી, તેનાં માતા-પિતાને સોંપવામાં આવે તેવા આદેશ કર્યા છે. સમગ્ર મામલે તપાસ કરાઈ રહી છે. પોલીસે હાલ સીસીટીવી અને હ્યુમન રિસોર્સની મદદથી બાળકને શોધવાના કામમાં લાગી ગઈ છે.