બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 મે 2017 (16:08 IST)

ગુજરાતની કચેરીઓ-પોલીસ સ્ટેશનો પર રેનસમ વાયરસની અસર, GSWAN સેવા બંધ કરાઈ

કમ્પ્યુટર લોક કરીને ખંડણી માગતો રેન્સમવેર ‘વાનાક્રાઈ’ વિશ્વના 150થી વધુ દેશો સુધી પહોંચી ગયો છે. યુરોપિયન યુનિયનની પોલીસ યુરોપોલના જણાવ્યા મુજબ 2.27 લાખથી વધુ કમ્પ્યુટર્સ લોક થઈ ગયા છે. એક્સ્પર્ટ્સ હજી પહેલા વર્ઝનનો તોડ શોધી શક્યા નથી. ત્યાં, આજે બીજા હુમલાનું જોખમ છે. ગુજરાતની અનેક સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશન પર વાયરસની અસર થઈ છે. આ હુમલાની અસર ગુજરાતમાં પણ થઈ છે. ત્યારે સાઈબર ક્રાઈમે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. સાઈબર ક્રાઈમ દ્વારા જાહેર કરાયેલાં નંબર 079-22861917 અને 079-25398549 પર નાગરિકો મદદ અને માર્ગદર્શન મેળવી શકશે. ગુજરાતમાં હુમલાનો ભોગ પોરબંદર પોલીસનું એક કમ્પ્યુટર બન્યું હોવાનો કેસ સામે આવ્યો છે.

જોકે જૂનાગઢમાંથી હજુ કોઇ ફરિયાદ મળી નથી. આગામી 24 કલાકમાં જીસ્વાન પણ બંધ રહે તેવી શક્યતા છે. ગુજરાત પોલીસની સાઇટ્સ પર પણ સાઈબર અટેક થયાના સમાચાર મળ્યા છે. ખાસ કરીને નવસારી,બરોડા પોલીસ સ્ટેશનમાં તેમજ પોરબંદર પોલીસનું પણ એક પીસી સાઈબર અટેકનો ભોગ બન્યું છે. જી-સ્વાન બંધ થતા રાજ્યની મોટાભાગની સરકારી કચેરીઓ અને તમામ પોલીસ સ્ટેશનોની કોમ્પ્યુટરાઈઝડ સિસ્ટસમ થઈ ઠપ ગઈ છે.  હેકરોએ ખંડણી માટે હુમલો કર્યો છે જે ઈતિહાસમાં પહેલી ઘટના છે. હુમલામાં કમ્પ્યુટરો બંધ થઈ જાય છે અને જ્યાં સુધી માગેલી રકમ (બીટ કોઈન્સ ચલણમાં) અપાય ત્યાં સુધી સિસ્ટમ ચાલતી નથી. સાઈબર હુમલાથી ગુજરાત સરકારની સાઇટોને બચાવવા જીસ્વાન સહિતની વેબસાઇટ તાત્કાલિક બ્લોક કરી તમામ યુઝર્સને એન્ટી વાઈરસ ડાઉનલોડ કરવા ઈમેલમાં સૂચના અપાઇ છે. સાયબરહૂમલાથી બચવા સરકારે GSWANના યુઝર્સને મેઈલ કરી એન્ટી વાયરસની https://172.17.31.125:4343/officesca લીંક ડાઉનલોડ કરી ડેસ્કટોપ અથવા લેપટોપ પર સેવ કરવા સૂચના અપાઈ છે.  વાઈરસના ભયને પગલે હાલ બે દિવસ માટે જીસ્વાન કનેક્ટિવિટી ઓબર્ઝવેશનમાં રખાઈ છે.