શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જૂન 2018 (12:13 IST)

અંજારમાં ટીનેજ છોકરાએ એનેસ્થેસિયા આપીને 13 વર્ષની છોકરી પર દુષ્કર્મ આચર્યું

કચ્છના અંજાર શહેરમાં 13 વર્ષની એક છોકરીને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપીને તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. અંજારના એક મેડિકલ સ્ટોરમાં કામ કરતા છોકરીના 16 વર્ષીય એક મિત્રની રેપના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. 13 વર્ષીય આ છોકરી પર 17મી જૂનના રોજ રેપ કરવામાં આવ્યો હતો પરંતુ એનેસ્થેસિયાની અસરને કારણે તે પોતાના માતા-પિતાને આની જાણ કરી શકે તેવી સ્થિતિમાં નહોતી. 21મી જૂનના રોજ તેણે પોતાના માતા-પિતાને આખી વાતની જાણ કરી. તેનો પરિવાર ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે.કેસની માહિતી અનુસાર, પોતાની એક દૂરની કઝીન બહેનના માધ્યમથી રેપ પીડિતા આ છોકરાના સંપર્કમાં આવી હતી. ગુનામાં તેની કઝીન બહેન પણ શામેલ હોય તેવી પોલીસને શંકા છે. સોમવારના રોજ પીડિતાની બહેને તેને સ્કૂલ જવાના બદલે પોતાના ઘરે આવાવનું કહ્યું. આરોપી ટીનેજ છોકરો ત્યાં પહેલાથી પહોંચી ગયો હતો. તેણે પીડિતાને એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપ્યું. ઈન્જેક્શનની અસરને કારણે પીડિતાનું કમરથી નીચેનું શરીર બહેર મારી ગયુ હતું. રેપ કર્યા પછી છોકરાએ તેને રોડ પર મુકી દીધી.આ દરમિયાન પોતાની દીકરીનું સ્કૂલ યૂનિફોર્મ ઘરે જ પડેલું જોઈને તેનો પરિવાર તેને શોધવા નીકળ્યો. ત્યારે તેમને પીડિતા રસ્તા પર માંડમાંડ ચાલતી દેખાઈ. અંજારના પોલીસ ઈન્સ્પેક્ટર ભરતસિંહ પરમાર જણાવે છે કે, સરકારી હોસ્પિટલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે. અમે તે છોકરાની ધરપકડ કરી છે. જ્યારે છોકરીના માતા-પિતાએ તેને રોડ પર જોઈ ત્યારે તેના હાથમાં ફોન હતો. ત્યાં સુધી તે લોકોને ખબર નહોતી કે દીકરી પાસે મોબાઈલ ફોન છે. અમે ડોક્ટર્સની મદદથી કેસની તપાસ કરી રહ્યા છીએ.