શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (12:02 IST)

અમદાવાદમાં પાડોશી યુવકે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું

જૂના વાડજમાં 4 વર્ષની બાળકી સાથે પડોશી યુવકે દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. કરિયાણાની દુકાનમાં પૂરી લેવા ગયેલી આ બાળકીને પડોશી યુવક ઘરમાં લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. આ જ વખતે બાળકીની માતા તેને શોધી રહી હતી ત્યારે જ બાળકી પડોશી યુવાનના ઘરમાંથી મળી આવતા ભાંડો ફૂટ્યો હતો.
બાળકીની માતાની ફરિયાદના આધારે વાડજ પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. જૂના વાડજમાં રહેતા શ્રમજીવી પરિવારની 4 વર્ષની દીકરી  મંગળવારે બપોરે 4 વાગ્યે ઘર પાસે માસીના દીકરા સાથે રમી રહી હતી.  તે સમયે બાળકી પૂરી ખાવાની ઇચ્છા વ્યક્ત કરતા નાનીએ તેને પૈસા આપ્યા હતા. ત્યાર બાદ તે અને તેનો ભાઈ પૂરી લેવા માટે કરિયાણાની દુકાને ગયાં હતાં. જ્યારે નાનકડો ભાઈ એકલો ઘરે આવ્યો હતો,  
આ વાત સાંભળીને બાળકીની માતા, નાની તેમ જ બહેન સહિતના લોકો નજીકમાં રહેતા અમર સોલંકી (27)ના ઘરે ગયા હતા અને બાળકી વિશે પૂછ્યું હતું, પરંતુ અમરે એવું કહ્યું કે ‘તે મારા ઘરમાં નથી.’ આથી  માતાએ આસપાસમાં તપાસ કરી હોવા છતાં તેની ભાળ ન મળતા તેમણે અમરના ઘર પાસે આવીને અમર અને પાયલના નામની બૂમો પાડી હતી. આથી અમરે બારીમાંથી બહાર જોયું ત્યારે શર્ટ પહેરેલો ન હતો. જ્યારે તેની પાછળ પાયલ પણ ઊભી હતી.
આ જોઈને પાયલની માતાએ બૂમાબૂમ કરતા સ્થાનિક રહીશો ભેગા થયા હતા. જ્યારે પાયલની માતાએ તેને પૂછતાં અમરે પાયલ સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. પાયલની માતાએ પરિવારના સભ્યોને જાણ કર્યા બાદ મોડી રાતે વાડજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધ્યો છે.