શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 11 નવેમ્બર 2018 (11:34 IST)

ત્રણ વર્ષની દીકરીના મોઢામાં સુતળી બોમ્બ મુકીને ફોડયો

(PR)
લખનૌ- ઉત્તર પ્રદેશના મેરઠમાં જ્યારે એક છોકરાએ ત્રણ વર્ષની દીકરીના મોઢામાં સુતળી બોમ્બ મુકીને ફોડી દીધો હતો. ફટાકડા મોમાં ફૂટવાના કારણે બાળકીને ગંભીર રીતે દાઝી ગઈ હતી. 
 
મેરઠમાં એક અજીબ બનાવ બન્યો. આ ઘટનામાં એક યુવકે ચોકલેટ આપું છું આ રીતે બહાના બનાવીને ત્રણ વર્ષની દીકરીના મોંમા સૂતળી બોમ્બ મૂકીને ફોડી દીધો. ફટાકડા મોમાં ફૂટવાના કારણે બાળકીને ગંભીર રીતે દાઝી ગઈ. 
 
બાળકીના પિતા તે યુવક પર બાળકીને જાનથી મારવાનો પ્રયાસ કરવાની ફરિયાસ નોંધાવી છે. 
 
બાળકીના જીભ કપાઈ ગઈ છે અને ચેહરા ઘણી ઈજા થઈ છે. તેને 20 જેટલા ટાંકા આવ્યા છે. તેની હાલત ગંભીર છે. 
 
પરિવારજન જણાવ્યું કે આરોપી તેઅના ઘરે પહેલાથી જ આવતો હતો. પણ અમને આ ખબર ન હતી કે મારી દીકરી પર તેની ખરાબ નજર છે. પોલીસ મામલામાં તપાસ હાથ ધરી છે. આરોપી અત્યારે ફરાર છે.