મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (17:02 IST)

સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની રસીના ભાવ કર્યા નક્કી, કેટલા રૂપિયા આપવા પડશે?

ગુજરાતની રૂપાણી સરકારે કોરોનાની રસીને લઈને ભાવ નક્કી કર્યા છે. ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ 150 રૂપિયા નક્કી કરાયો છે. જેમા વહીવટી ચાર્જ 100 રૂપિયા આપવો પડશે. આરોગ્ય વિભાગ માન્ય હોસ્પિટલમાં 250 રૂપિયામાં વેક્સિન મળશે. નોંધનીય છે કે, પહેલી માર્ચથી ગુજરાતમાં 60 વર્ષથી વધુના લોકોને રસી આપવાની શરૂઆત થવાની છે. ત્યારે સરકારે કોરોનાની રસીના ભાવ જાહેર કર્યા છે.

ફ્રન્ટલાઈન વર્કર્સ અને આરોગ્યો કર્મચારીઓ બાદ હવે સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સને હોસ્પિટલ પ્રશાસનમાં વેક્સીનેશન સેંટરમાં વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હવે શહેરના અલગ અલગ સેંટર પર સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં અંદાજે 50 જેટલા સેંટરો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકાર મહાનગર પાલિકાઓને સરક્યુલર મોકલ્યા બાદ કેટલા વ્યકિતઓને વેક્સીન આપવી તે અંગે નિર્ણય કરવામાં આવશે. અમદાવાદ મહાનગર પાલિકાની તૈયારીઓ અનુસાર જે 50 વર્ષથી ઉપરના અને અન્ય બિમારી ધરાવતા નાગરિકોનો સર્વે હાથ ધરાયો હતો. તે તમામ નાગરિકોને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.