રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 21 જૂન 2018 (15:54 IST)

જમ્મુ - સરકારમાંથી હટતા જ બીજેપી અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને મળી જીવથી મારવાની ધમકી

જમ્મુ કાશ્મીરમાં પીડીપી પાસેથી સમર્થન વાપસીના 48 કલાક પછી જ ભારતીય જનાતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાને જીવથી મારવાની ધમકી મળી છે. સ્થાનીક મીડિયા રિપોર્ટ્સ મુજબ પાકિસ્તાનના આતંકી ગુટે તેમને જીવથી મારવાની ધમકી આપી છે. રાજ્યપાલ શાસન લાગૂ થયા પછી ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ ઘાટીમાં ખૂબ સક્રિય થઈ ગઈ છે. રૈનનુ કહેવુ છે કે પહેલા પણ પાકિસ્તાનના ઈંટરનેટ, ફોન પરથી મને ફોન આવતા રહ્ય છે પણ મે તેની પરવા કરી નથી. કરાચીના નંબર પરથી મને ધમકી મળી છે. અમારા જાંબાઝ જવાન સારી મારી સુરક્ષા સારી રીતે કરી રહ્યા છે. 
 
પીડીપીના સમર્થન વાપસી પછી નિવેદન આપતા રૈનાએ કહ્યુ હતુ કે પીડીપીથી જુદા થવાનો નિર્ણય અચાનક નથી લીધો. આ નિર્ણય ત્રણ મહિનાની ચર્ચા વિચારણા પછી દેશહિતને ધ્યાનમાં રાખતા લીધો છે. તેમણે ઘાટીની કાયદા-વ્યવસ્થાને ગઠબંધન તૂટવાનુ મુખ્ય કારણ બતાવ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પાર્ટીએ આ નિર્ણય રાજ્યમં શાંતિ અને સામાન્ય સ્થિતિ સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી લીધો. અમારુ માનવુ છે કે રાજ્યપાલ શાસનમાં આતંકવાદ નિરોધક અભિયાન અને અસામાજીક તત્વો વિરુદ્ધ અભિયાનોને સહેલાઈથી સંચાલિત કરી શકાય છે. 
 
રવિન્દ્ર રૈના 2014ના વિધાનસભા ચૂંટણીમાં નૌશેરા સુંદરબની વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય બન્યા છે. વિધાનસભામાં લંગેટથી વિપક્ષ ધારાસભ્ય એંજિનિયર રશીદ સાથે તેમનો વિવાદ ખૂબ ચર્ચામાં રહ્યો હતો. બીફ પાર્ટી મામલે રૈનાએ વિધાનસભામાં જ ભાજપાના બીજા કેટલાક ધારાસભ્યો સાથે એંજિનિયર રશીદ સાથે મારપીટ પણ કરી હતી. ધારાસભ્ય બનતા પહેલા રૈના ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશાધ્યક્ષનુ પદ સાચવી ચુક્યા છે. તેમને સંઘના નિકટના પણ માનવામાં આવે છે.