સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 8 ઑગસ્ટ 2022 (12:49 IST)

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ, આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. લો પ્રેશરના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. આજથી શુક્રવાર સુધી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાઇ છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં મંગળવારથી ગુરુવાર સુધી મધ્યમથી 
ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.ગુજરાતમાં હજુ સુધી સીઝનનો 76 ટકા વરસાદ નોંધાયો છે.હવામાન વિભાગ દ્વારા બુધવારે વલસાડ-દમણ, ગુરુવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ, શુક્રવારે ડાંગ-નવસારી-વલસાડ-દમણ-અમરેલી-ભાવનગર-બોટાદમાં અતિભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ,વડોદરા, જુનાગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઇ છે. આગામી પાંચ દિવસ અન્યત્ર જ્યાં ભારેથી અતિભારે ભારે વરસાદ પડી શકે છે. તેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, તાપી, સુરત, ભરૂચનો પણ સમાવેશ થાય છે.રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ 58, એલર્ટ ૫ર કુલ-14 તેમજ વોર્નિંગ ૫ર કુલ -16 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ, કુલ -13 NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.206 ડેમ પૈકી 35 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, 54 ડેમમાં 70થી 99 ટકા સુધી પાણી ભરાયું છે, જ્યારે 32 ડેમમાં 50થી 70 ટકા સુધી, 37 ડેમમાં 25થી 50 ટકા સુધી અને 48 ડેમમાં 25 ટકાથી ઓછું પાણી ભરાયું છે.નર્મદા ડેમમાં કુલ 138.68 મીટર સુધી પાણી ભરી શકાય છે. રવિવારે સાંજે 7 વાગે ડેમમાં પાણીની સપાટી 132.29 મીટર હતી. અત્યારે ડેમમાં 2,63,616 MCFT પાણીનો સંગ્રહ થયેલો છે.જે કુલ સંગ્રહશક્તિના 78.91 ટકા છે. હાલ ડેમમાં પાણીની આવક 32,954 ક્યૂસેક છે. એની સામે 45,423 ક્યૂસેક પાણીનો જથ્થો કેનાલમાં વહાવાઈ રહ્યો છે. હાલ સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 132.27  મીટર પહોંચી છે. ડેમમાં પાણીનો કુલ જીવંત જથ્થો 3829.80 મિલિયન ક્યુબિક મીટર છે.